SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નિદાનહીં, પરંતુ પ્રશંસા કરો કારણ કે, તે નિંદકતો ઓલા કચરા વાળનાર જેવો છે. પેલો ઝાડુથી ગામની ગંદકી સાફ કરે છે જયારે નિંદક પોતાની જીભથી સજ્જનોમાં રહેલી ગંદકીને સાફ કરે છે, મોસા - સાશા(ત્રિ.) દુર્વચન બોલનાર, કટુવચની) ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ સામગ્રીથી બનેલું હોય પરંતુ, જો એકાદ વસ્તુમાં કાંકરો આવે તો આખા ભોજનની નિંદા થાય છે. તેમ વ્યક્તિમાં ગમે તેટલા સદ્ગુણો ભરેલા હોય પરંતુ, જો જીભમાં કડવાશ આવી તો તેના કવચનો સાંભળીને એ સણી પુરુષની. પણ કિંમત કોડીની થઇ જાય છે. સ્પષ્ટ વક્તા સુખી થાય છે પરંતુ, કટુવચની ક્યારેય નહીં. ગરેરોસા - માશના (સ્ત્રી.) (કઠોર વચન બોલવું તે, નિષ્ફર વચન કહેવા તે) જેમ બંદૂકમાંથી એકવાર નીકળેલી ગોળી અને ધનુષમાંથી છૂટેલું બાણ પાછા ફેરવી શકાતા નથી તેમ એકપણ વાર બોલાયેલું કઠોર વચન બોલ્યા પછી ક્યારેય પાછું ફેરવી શકાતું નથી. પછી ગમે તેટલો પસ્તાવો થાય પરંતુ, તેનું ફળ ભોગવવું જ પડે છે. એટલે જ તો કહેવાયું છે કે નવ પછતાયે વયા હોત, ગવરિયા પુરૂં વેત' એટલે કાંઈ પણ બોલતા પહેલાં દસ વાર વિચાર કરજો . બોપરિ () સદ - આaોશપરિ (1) પદ (પુ.) (આક્રોશ પરિષહ, બારમો પરિષહ, આક્રોશ-તિરસ્કારયુક્ત વચન સહેવા તે) તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, નાચવનનિરાઈરિષોઠવ્ય પરિષદ:' અર્થાતુ મોક્ષના સાધક આત્માએ કર્મની નિર્જરા અને જિનમાર્ગથી પતિત ન થવા માટે પણ પરિષદો સહન કરવા જોઇએ. પરિષહ કરનાર ઉપર આક્રોશ ન કરતાં તેને પોતાનો ઉપકાર માનવો જોઈએ. સામાજિક જીવનમાં પણ જો સર્વેની સાથે રહેવું હોય તો સહિષ્ણુતા ગુણ હોવી આવશ્યક છે. જેનામાં સહિષ્ણુતા નથી તે કઠિન પરિસ્થિતિમાં કાં તો ભાંગી પડે છે અથવા મરણને શરણ થઈ જાય છે. अक्कोसपरि (री) सहविजय - आक्रोशपरि (री) षहविजय (पुं.) (આક્રોશ પરિષહને જીતવો તે, આક્રોશ પરિષહ પર વિજય મેળવવો તે) બાલજીવો તથા અજ્ઞાની જીવોએ કહેલા અને ક્રોધરૂપી અગ્નિનું ઉદ્દીપન કરનારા દુર્વચનોને સાંભળીને તેનો પ્રતિકાર કરવા માટે સમર્થ હોવા છતાં જે મહાપુરુષો ક્રોધાદિ કષાયોનો ઉદય પાપકર્મોના વિપાકવાળો છે એમ વિચારી હૃદયમાં સહેજ પણ કષાયોને સ્થાન ન આપે તે આક્રોશપરિષહવિજય કહેવાય છે. સાધુ ભગવંતોએ સહનીય બાવીસ પરિષહોમાં આક્રોશપરિષદનું બારમું સ્થાન મદદ- aao (ત્રિ.) (ક્રોધોદયરહિત, ગુસ્સો નહીં કરતો 2. અત્યંત અલ્પ ક્રોધવાળો). ડાહ્યા માણસો કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના દૂરગામી સારા-નરસા પરિણામોનો પણ વિચાર કરીને પછી જ તેને કરે છે. શાસ્ત્રોમાં ક્રોધને અગ્નિની ઉપમા આપેલી છે. બહારનો અગ્નિ તો જયાં લગાડીએ તેને બાળે છે જ્યારે ક્રોધરૂપી અગ્નિ તો બન્નેને બાળે છે. વ્યવહારિક જગતમાં લોકો ક્રોધી માણસથી ભાગે છે અને આગમશાસ્ત્રો પણ સંસારની વૃદ્ધિ અટકાવવા માટે અક્રોધી અર્થાત, ક્ષમાવંત બનવાનું જણાવે છે. ઉમટ્ય (રેશ) (તે પ્રકારે, તે પ્રમાણે, ખરેખર) સવ - અક્ષ (પુ.) (જીવ 2. ચન્દનક, જેનો ઉપયોગ જૈન સાધુ સ્થાપનાચાર્યમાં કરે છે, તે રૂપ શ્રમણની ઉપધિવિશેષ 3. ઇન્દ્રિય 4, પાસા 5, કોડી . જન્મથી અંધ 7. પથ્થર કે અગ્નિ 8. કાળું મીઠું-સંચળ 9. કર્યું પ્રમાણ 10. ચાર હાથ અથવા છન્નુ અંગુલનું એક માપ 11. રુદ્રાક્ષ 12. ગાડાની ધરી 13. બહેડાનું વૃક્ષ 14. રાવણનો એક પુત્ર 15. સર્પ 16. ગરુડ 17. જુગાર). અક્ષના અનેક અર્થોમાં ચન્દનક પણ અર્થ થાય છે. આ વસ્તુ સમુદ્રમાં થતાં એક જીવનું શરીર છે. જે નિર્જીવ થયા બાદ મુનિ
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy