SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તો પણ ઊગતા નથી. તેમ કર્મોથી રહિત બનેલો આત્મા અક્ષતની જેમ અખંડ સ્વરૂપી બને છે. તે પછી ક્યારેય પણ જન્મ ધારણ કરતો નથી. માટે જ આપણે દેરાસરમાં ચારગતિનો વારક સ્વસ્તિક અખંડ ચોખાથી કરીએ છીએ. કરક્ષક (સિ.) (ક્ષયરહિત, અખૂટ, શાશ્વત, અક્ષય 2. અનન્ત 3. અવિનાશી) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પરમાત્માની પ્રજ્ઞાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, તેઓની પ્રજ્ઞા સમુદ્રના પાણીની જેમ અખૂટ, અક્ષય, અનન્ત અને મહાસાગરની જેમ અક્ષીણ હોય છે. જ્ઞાન આત્માનો અવિનાશી - અવિનાભાવી ગુણ છે.' अक्खयणिहि - अक्षयनिधि (पुं.) (અખૂટ ભંડાર, અક્ષય ભંડાર, દેવ ભંડાર) આપણે દીપાવલિના ચોપડાપૂજનમાં લખીએ છીએ કે શાલિભદ્રનો અખૂટ ભંડાર હોજો પણ શાંતચિત્તે ક્યારેય એવું કદી વિચાર્યું છે કે શાલિભદ્રનો ભંડાર કેમ અખૂટ બન્યો હતો? પુણ્ય વગર અક્ષય ભંડાર ભરવાની ભાવના કેવી રીતે ફળે? अक्खयणिहितव- अक्षयनिधितपस् (न.) (લૌકિક ફળપ્રદ તપવિશેષ, અક્ષયનિધિ તપ) પંચાશકજીમાં કહ્યું છે કે, અક્ષયનિધિ તપમાં પરમાત્માના જિનાલયમાં એક કલશ સ્થાપિત કરીને તેમાં પ્રતિદિન એક મુઠ્ઠી અક્ષત પૂરાય છે. તે જેટલા દિવસોમાં કળશ ભરાય તેટલા દિવસો સુધી એકાસણા તપ કરવું તેને અક્ષયનિધિ તપ કહેવાય છે. अक्खयणीवि - अक्षयनीवि (स्त्री.) (અક્ષયપૂંજી, અખૂટ મૂડી) ઇતિહાસ સાક્ષી છે કે, જૈનો પોતાના દેવ-ગુરુ અને ધર્મને કેટલા સમર્પિત છે. જ્યારે પણ જિનશાસન પર આપત્તિ આવી છે ત્યારે માત્રને માત્ર જિનશાસનની રક્ષા કાજે પોતાની પૂંજીઓને આંખો બંધ કરીને પાણીના પ્રવાહની જેમ વહાવી છે. જૈનશાસનનો નાનકડો શ્રાવક પણ લાભ લઈ શકે તે માટે જયારે પણ જિનાલયમાં પ્રતિમા સ્થાપન કરવાની હોય છે ત્યારે તેમના પબાસણની નીચે અમુક ધન મૂકવામાં આવે છે જેથી આપત્તિના સમયે જીર્ણોદ્ધારાદિ કાર્યમાં તેનો ઉપયોગ થાય. अक्खयतइया - अक्षयतृतीया (स्त्री.) (અખાત્રીજ, વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા) અક્ષયતૃતીયા દિન વૈદિક તેમજ જિનશાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આ દિવસે તેર માસથી નિર્જળા ઉપવાસી ભગવાન આદિનાથને તેમના જ પૌત્ર શ્રેયાંસકુમારે નિર્દોષ શેરડીના રસથી પારણું કરાવ્યું હતું. આ ઘટનાની યાદગીરીરૂપે આજે પણ જૈનધર્મમાં આરાધકો વરસીતપની તપશ્ચર્યા કરતા હોય છે અને વૈ.સં.૩ના દિને માત્ર ઇક્ષરસથી જ પારણું કરતા હોય છે. મવલયપૂયા - અતિપૂના (રુ.) (અક્ષતપૂજા, અષ્ટપ્રકારી પૂજામાંનો એક પ્રકાર, જિનપ્રતિમાની સન્મુખ અખંડ અક્ષતનું સમર્પણ કરવું તે) આપણે જિનાલયમાં દરરોજ અક્ષતપૂજામાં સાથિયો, ત્રણ ઢગલી અને સિદ્ધશિલા આલેખીએ છીએ. પરંતુ તેની પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પ્રતિદિન અક્ષતપૂજા કરતા ભગવાન આગળ ભાવના ભાવવાની છે કે, હે પરમાત્મા! હું ચાર ગતિમાં અનંતકાળથી ભમી રહ્યો છું, હવે આપનું શાસન પામ્યો છું તો આપની પૂજાના પ્રતાપે મને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થાઓ જેની આરાધના કરીને હું ચારગતિરૂપ સંસારથી છૂટીને જલદીથી સિદ્ધશિલામાં પહોંચી જાઉં. अक्खयायार - अक्षताचार (पुं.) (સ્થાપિતાદિ દોષોનો ત્યાગ કરનાર આચારવાન સાધુ, શુદ્ધ ચારિત્રી) વિવિધ પ્રકારના આહાર, શય્યા તથા ઉપધિ વગેરે જે વસ્તુઓ મુનિ ભગવંત માટે જ સ્પેશિયલ બનાવેલી હોય તે વસ્તુ તેઓને માટે આધાકર્મી કહેવાય છે. આવી આધાકર્મી વસ્તુઓને જે ગ્રહણ ન કરે તે નિર્દોષ આચરણવાળા કહેવાય છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy