________________ અગ્નિમાં ક્ષેપણ વગર થઈ શકે છે. (અગ્નિ કાયીક જીવોની અને ત્રણ જીવોની અગ્નિમાં હવન કરવાથી હિંસા થાય છે.) (6) શ્રી મિલાપમંદજી કટારીયા લખે છે કે - હવન આ દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ નથી. દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ - મૂળ ચીજ તો અંતરંગમાં રાગ-દ્વેષ આદિ કષાયોનો વિજય અને બાહ્યમાં જીવ દયાનું પાલન કરવાનું છે. આ પુસ્તકમાંથી કોઈ પણ જૈની ભાઈ જૈન વિધિ કરાવી શકે તેમ બધી સુચના વિગતવાર લખેલી છે. શ્રી દિગમ્બર જૈન વિધિ સંગ્રહ” પુસ્તક છાપવા માટે અગાઉથી ઓર્ડર આપનાર નીચેના મુમુક્ષુઓનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. 1501, સ્વ. હંસાબેન ધીરૂભાઈ તંબોલી - ભાવનગર. 1001, શ્રી અનિલકુમાર જૈન, હા. શકુન્તલાબેન - ભાવનગર. 251, શ્રી ડૉ. હિંમતલાલ સી. શાહ, હા. ભારતીબેન - અમદાવાદ. 251, શ્રી કિરીટભાઈ બી. શાહ, હા. મીનાક્ષીબેન - અંકલેશ્વર. 101, શ્રી વ્રજલાલ તારાચંદ ખારા - ભાવનગર. 101, શ્રી જસવંતરાય મગનલાલ શાહ - સુરેન્દ્રનગર. 101, શ્રી કમલાબેન શાંતિલાલ ગાંધી - ભાવનગર. આ પુસ્તક ત્વરિત છાપી તૈયાર કરી આપનાર ભાઈશ્રી શૈલેશભાઈ ડાહ્યાભાઈ કાપડીયાનો અંતઃકરણ પૂર્વક આભારી છું. અંતમાં દિગમ્બર જૈન લગ્ન વિધિ પ્રચાર અને મિથ્યાત્વનો ત્યાગ થાય તેમ ઈચ્છું છું. લી. ગાંધી શાંતિલાલ છગનલાલના જય જિનેન્દ્ર.