________________ દિગમ્બર જૈન ધર્મની મૂળ સંસ્કૃતિ નથી. પરંતુ જે જે આહુતિઓમંત્રો છે તે જેમ પૂજાઓમાં થાલીમાં ચઢાવીયે તેમ પુષ્પથી ચઢાવી આહુતિ આપવી. અને જીવ રક્ષાનો ખાસ વિવેક રાખવો, અહિંસા પરમો ધર્મ . (1) આચાર્ય શિરોમણી શ્રી સમસ્તેભદ્ર સ્વામીનું બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર છંદને 32 “સાવદ્ય લેશો બહુ પૂણ્ય રાશી” જેમાં થોડો આરંભ થાય અને બહુ પૂણ્ય પ્રાપ્ત થાય તે કાર્ય કરવું યોગ્ય છે. (2) પહ્મ પુરાણ - પ્રથમ તો યજ્ઞની કલ્પના નિરર્થક છે. ધર્મ યજ્ઞ આ પ્રમાણે છે. આત્મા યજમાન છે, શરીર વેદી છે, સંતોષ સાફલ્ય છે, ત્યાગ હોમ છે, મસ્તકના કેશ કુશા છે, પ્રાણિયોની રક્ષા દક્ષિણા છે, શુક્લ ધ્યાન દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ ફલ છે, સત્ય બોલવું સ્તન્મે છે, તપ અગ્નિ છે, ચંચલ મન અને ઈદ્રિયો સમિધ છે. (3) જૈન નિબંધ રત્નાવલિ ભાગ 1 - " જૈન ધર્મ અને હવન” નામના નિબંધમાં આચાર્યોના પ્રમાણ આપી સિદ્ધ કરેલ છે કે અગ્નિમાં હવન જૈન ધર્મની મૂલ સંસ્કૃતિ નથી. હવનથી અગ્નિકાયિક જીવોની વિરાધના થાય છે, દૂર દૂર ફેલાતી અગ્નિ-ધૂમાડાથી ત્રસ જીવોનો નાશ થાય છે. (4) આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી સાહેબ “મોક્ષ માર્ગ પ્રકાશક” માં પાંચમા અધિકારમાં લખે છે કે અગ્નિનો મહા આરંભ કરે છે ત્યાં જીવ ઘાત થાય છે, શાસ્ત્રોમાં હિંસાનો નિષેધ છે. (5) બનારસના વયોવૃદ્ધ પ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રી લખે છે કે - અગ્નિમાં આહુતિ આપી દેવતાઓને તૃપ કરવાની વૈદિક વિધિ (પર ધર્મની) છે, પરંતુ દિગમ્બર જૈન ધર્મમાં અગ્નિ દેવ નથી. અગ્નિ તો ભસ્મ કરવા વાળી જડ વસ્તુ છે, પૂજન ////////////////////////// ܦ //////////////////////////