________________ પોતાના ઘરે શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું, શ્રી સિદ્ધયંત્રનું, શ્રી વિનાયક યંત્રનું, શ્રી શાસ્ત્રીજી ગંધકુટી પર અથવા ઉચ્ચ સ્થાન પર બીરાજમાન કરી શ્રી માઘનંદી આચાર્ય કૃત શુદ્ધ જળથી અભિષેક વિધિ કરી જે શ્રી જિનેન્દ્ર પૂજા સંગ્રહ પાના 6 થી 11 પર છે તે કરવો. પછી આ દિગમ્બર જૈન વિધિ સંગ્રહમાંથી દિપ પ્રગટાવન, મંગલ કળશ સ્થાપના, તીલક, રક્ષા સૂત્ર બંધન, શુદ્ધિ, અંગન્યાસ, મંગલાષ્ટક ભણીને “શ્રી જિનેન્દ્ર પૂજા સંગ્રહ” માંથી પાના નિં. 11 થી પૂજાની પ્રારંભિક વિધિથી શરૂ કરીને મંગલ વિધાન, સ્વસ્તિ મંગલ, પાના 16 સુધી ભણવું. પછી આ પુસ્તકમાંથી સમુચ્ચય પૂજા ભણવી અથવા દેવશાસ્ત્ર ગુરૂ પૂજા, વિદ્યમાન વીસ તીર્થંકર પૂજા, શ્રી સિદ્ધપૂજા, સોલહ તીર્થંકર પૂજા વિગેરે પૂજા ભણવી અથવા અર્ધ આપવા. શાંતિ વિધાન, પંચ પરમેષ્ઠી વિધાન ભણી શકાય પછી સમુચ્ચય અર્થ આપવા. પૂણ્યાહવાચન, શાંતિપાઠ વિસર્જન કરવા. પૂણ્યાહ વાચન પહેલા ખાર્ત મુહુર્ત કરવું હોય તો ઈશાન ખૂણામાં ખાડો ખોદીને ઈટ પર સ્વસ્તિક કરીને ત્રાંબાના કળશમાં સોપારી, હળદર આખી, નાણું, પંચ રત્નની પડીકી મુકી દીપક પ્રગટાવી શ્રી સિદ્ધ ભગવાનનો અર્થ આપવો. નીચેના મંત્ર નવ વખત ભણી પુષ્પાંજલિ ક્ષેપણ કરવી. 8ૐ હ્રીં અ અ સિ આ ઉ સા સર્વ શાંતિ કુરુ કરુ સ્વાહા. સીમંત કરવું હોય તો ઉપર પ્રમાણે અભિષેક, પૂજા વિગેરે કરીને પછી વ્યવહારિક વિધિ કરવી. જેમાં જૈન ધર્મને બાધ ન આવે એટલે મિથ્યાત્વ ન થાય, કુદેવો વિગેરેને બીલકુલ પૂજવા નહિં. શ્રી સિદ્ધચક્ર વિધાન, વેદી પ્રતિષ્ઠા કે દિગમ્બર જૈન લગ્ન વિધિ, વાસ્તુ કે શીલાન્યાસ ઉત્સવોમાં અગ્નિમાં હોમ હવન કરવો તે