________________ (6) પૂજાઓ ચઢાવવા માટે ઉપરની સામે પાટલા કે નાના ટેબલ પર એક થાળીમાં સ્વસ્તિક જ આ પ્રમાણે ચંદનથી કરી મુકવું. (7) જૈન લગ્ન વિધિનો સમય દિવસના ભાગમાં જ રાખવો એવો નિયમ છે, તેથી સૂર્યોદય પછી 48 મીનિટ પછીથી સૂર્યાસ્ત પહેલા 48 મીનીટ સુધીમાં વિધિ પતી જાય તે રીતે રાખવો. મધ્યાન્ડનો સમય બાર વાગ્યાથી બારને અડતાલીસ મીનિટ પણ લગ્ન ન કરવા. (8) હસ્તમેળાપ અગાઉ ચોરી મંડપમાં પોણા કલાકની વિધિ હોય છે, તેથી તે રીતે કંકોત્રીમાં હસ્તમેળાપ છપાવવો. (9) ચોરી મંડપ એવી રીતે ગોઠવવો જેથી સિદ્ધયંત્ર કે શાસ્ત્રનું પૂર્વ મૂખે રહે અને વર કન્યા ઉત્તર દિશા મૂખે રહે અથવા સિદ્ધયંત્ર ઉત્તર ભૂખે અને વરકન્યા પૂર્વ મૂખે રહે અને આવેલ જન સમુદાય ચોરી મંડપની વિધિ બરાબર નીરખી શકે. (10) લગ્નના દિવસોમાં જો કન્યા રજસ્વલા થાય તો લગ્ન બંધ રાખવું અને ત્રણ દિવસ પછી કન્યા શુદ્ધ થયે લગ્ન કરવું. પરંતુ લગ્નના દિવસે મુહુર્ત વખતે વેદી પર કળશની સ્થાપના સૌભાગ્યવતી પાસે કરાવવી. શ્રી દિગમ્બર જૈનની કોઈપણ વિધિ પ્રસંગે બંગલાનું ખાત મુહુર્ત (શીલાન્યાસ), વાસ્તુ, સીમંત વિગેરે વિગેરે દિગમ્બર જૈન વિધિથી કરવું.