________________ અંગન્યાસ (મોટું વિધાન, વાસ્તુ, ખાતમુહુર્ત વખતે જ મંગલાષ્ટક પછી અંગન્યાસ વિધિ કરવી.) શરીરની રક્ષા ત્યા દિશાઓથી આવવા વાળા વિદનોની નિવૃત્તિ માટે નીચે અનુસાર અંગન્યાસ કરવો. બન્ને હાથોની અંગુઠાથી કનિષ્ઠકા સુધી પાંચે આંગળીઓમાં કમથી અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠીની સ્થાપના કરવી. વિધિમાં બેસનાર પ્રથમ બન્ને હાથોના અંગુઠાને બરાબર મિલાવી સામને કરવી, ત્યા ૐ હ્રીં ણમો અરિહંતાણે હી અંગુષ્ઠાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર નમાવવું. પછી બન્ને હાથોની તર્જની (અંગુઠાની) પાસેની આંગળીઓ, બરાબર મેળવીને સામે કરીને ૐ હ્રીં ણમો સિદ્ધાણં શ્રીં તર્જનીભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર (મસ્તક) નમાવવું. પછી વચલી બન્ને આંગળીઓ મેળવીને સામે કરીને ૐ હીં ણમો આઈરિયાણે હૈં મધ્યમાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી મસ્તક નમાવવું. પછી બને અનામિકાઓને મેળવીને સામે કરીને ૐ હ્રીં ણમો ઉવજઝાયાણં લૌ અનામિકાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીશ નમાવવું. પછી બન્ને છિંગુરિયોને (ટચલી આંગળીઓ) મેળવી સામે કરીને - ૐ હ્રીં ણમો લોએ સવ્વસાહૂણ દ્વઃ કનિષ્ઠકાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીર નમાવવું. પછી બન્ને હથેલીને બરાબર સામે કરીને ૐ હ્રીં હ્રીં હૂં હૈ દ્વઃ કરપૃષ્ઠાભ્યાં નમઃ -- આ મંત્ર ભણી શીશ નમાવવું.