________________ પ્રભુ! લાલજી સેવક તુમારો રે, મને મોકા નગર લઈ ચાલો રે, હું તો ભવ ભવ દાસ તુમારો, હાં હાં રે હું તો ભવ ભવ દાસ તુમારો....કેશરીયાજી. 3. શ્રી નેમિનાથજી સ્તવન - 5 - મારો પીયુ બાલ બ્રહ્મચારી, રાજુલનારી નેમ ચાલ્યા ગીરનારી રે, સમુદ્ર વીજય સુત નેમ બીરાજે, જાદવ વંશમાં છાજે રે...મારો. ધરતી ધમાવે ને ગગન ગમાવે, સારંગ ધનુષ ચઢાવે રે, માસ વસન સબ ગોપીઓ આવે, નેમજીનો વિવાહ મનાવે રે.મારો. પંચાયન પુરોમન રંગે, હરીયો વાત વીચારી રે, ધપ મપ, ધપ મપ, નોબત બાજે, જાવેદ જાન બીરાજે રે..મારો. નેમકુંવર રાજેમતી હરખે, ગોખ ચઢીને પીયું નીરખે રે, નેમકુંવર જબ તોરણ આવે, રાજાલ આનંદ પાવે રે..મારો. નેમજી પધાર્યા ને પ્રીત સંભાળી, નવ ભવ કેરી હું નારી રે, નેમ કુંવર રાજુલ બીરાજે, સંયમ લેશું સાથે રે..મારો. છપ્પન દિવસ પ્રભુ ધ્યાન ધરીને, ગડ ગીરનાર બીરાજ્યાં રે, કર્મ અપાવીને મુક્તિ પધાર્યા, અરજ અમર પદ પાવે રે.મારો. - ચૌવીસ તીર્થંકર સ્વતન - 6 - નેમ ચાલ્યા ગીરનાર ઝમરખો (2) રાણી તે રાજુલ લ્યોને ઝમરખો (2) રાજુલના ભરથાર ઝમરખો (2) સરખે સરખી જોડી ઝમરખો (2) આપોને નામો બોલી ઝમરખો (2) નેમ ચાલ્યા ગીરનાર ઝમરખો..... ટેક.