________________ પછી નીચેનો મંત્ર ભણીને પોતાના વસ્ત્રોનો સ્પર્શ કરવો. ૐ હ્રીં ણમો સિદ્ધાર્ણ હીં મમ વસ્ત્ર રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી પૂજાની સામગ્રીનો સ્પર્શ કરવો. ૐ હૂં ણમો આઈરીયાણે હૂં મમ પૂજાદ્રવ્ય રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પોતે ઉભેલ છે તે ભૂમિ તરફ જોવુ. ૐ હ્રીં ણમો ઉવજઝાયાણં શ્રી મમ સ્થલ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી સર્વ તરફ જલ છાંટવું. ૐ હ્રીં ણમો લોએ સવ્વસાહૂણં સર્વ જગત્ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી ચુલુના જળને અથવા કળશમાંના જલને મંત્રીત કરીને પોતાના મસ્તક પર છાંટવું. ૐ ક્ષી શું લૌ ક્ષઃ સર્વદિશાસુ, હ્રાં હ્રીં હૂં ઢૌ દ્વઃ સર્વદિશાસુ ૐ હ્રીં અમૃતે અમૃતોદ્ભવે અમૃત વર્ષિણિ અમૃત સ્ત્રાવય સં સં બ્લી બ્બે બ્લે દ્રાં ત્રિી દ્રી કાવય દ્રાવય ઠઃ ઠઃ હીં સ્વાહા. પછી ગૃહસ્થાચાર્ય (વિધિ કરાવનાર) સાત વાર પુષ્પ અથવા સરસવ પરિચારકોના મસ્તક પર મૂકે. 8 નર્મોહતે સર્વ રક્ષ રક્ષ હું ફટ્ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી સર્વ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. ૐ હૂં ફટ્ કિરિટ ઘાતય ઘાતય પરિવિનાનું ફોટય ફોટય સહસ્ત્રખંડાન્ કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમન્નાન્ ભિન્દ ભિન્દ વાઃ વાઃ હૂં ફટ્ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી રત્નત્રય સ્વરૂપ યજ્ઞોપવીત પહેરવી. ૐ નમ: પરમ શાન્તાય શાન્તિકરાય પવિત્રી કરણાયાહ રત્નત્રય સ્વરૂપ યજ્ઞોપવીત દધામિ મમ ગાત્રે પવિત્ર ભવતુ અહં નમઃ સ્વાહા. નામ જૈનને કે યજ્ઞોપવીત ધારણ કરનારે નીચે મુબજ પાળવું. (1) જિનેન્દ્ર દેવના દર્શન પ્રતિદિન કરવા. (2) પાણી ગાળીને વાપરવું. (3) રાત્રે ચાર પ્રકારના આહાર કરવો નહિં. (4) કંદમૂળ તેમજ વડલ, પીપલફલ, ગૂલર, અંજીર અને પાકરફલ ખાવા નહિં. (5) દારૂ, માંસ અને મધ ખાવા નહિં. (6) કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુને નમસ્કાર કરવા નહિં. ////////////////////////// 14 //////////////////////////