________________ 42 ધન્યકુમાર ચરિત્ર. નથી, લેખાં વિગેરે કરવામાં પણ ઉઘુક્ત થતું નથી, ઘરે આવેલ સારા માણસોને આદરસકાર આપતાં પણ હજુ આવડત નથી, તે પણ ધન્યકુમારની વારવાર વખાણ કરવાની તમારી અજ્ઞાનત અમને સમજી શકાતી નથી; વળી ઘરને ભાર સહન કરતાં એવા અમારી તમે નિદા કરે છે, પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શક્યું નથી તે બધે ઠેકાણે હસીને પાત્ર થાય છે. કહ્યું છે કે - काके कायॆमलौकिकं धवलिमा हंसे निसर्गस्थितिर्गाम्भिर्ये महदन्तरं वचसि यो भेदः स किं कथ्यते / एतावत्सु विशेषणेष्वपि सखे यत्रेदमालोक्यते, के काकाः खलु के च हंसशिशवो देशाय तस्मै नमः // કાગડામાં કૃષ્ણતા તે અલૌકિક છે હંસમાં ઉજવળતા છે તે સ્વાભાવિક છે. બંનેની ગંભીરતામાં મોટું અંતર છે, પરંતુ તેના વચનમાં જે ભેદ છે તેની તો વાત જ શી કરવી? આ પ્રમાણે વિશેષણ છતાં પણ કાગડે કણ ને હંસ કેણ, તેને જે ઓળખી શકતા નથી–તેના ગુણની પરીક્ષા કરી શકતા નથી, તે દેશને નમસ્કાર થાઓ.' | માટે હે પિતાજી! તમેજ અમને મોટા બનાવ્યા હતા અને હવે મોટા માણસ પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે જ અમને નીચા બનાવે છે. જેવી રીતે ત્રાજવામાં એક પલાને ભારે કરીએ તે બીજું સ્વયમેવ હલકું થઈ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઇને તેને મેટે (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી! જેમ બધા વૃક્ષોમાં સરેવરનું પાણી એક સરખું પહેચે છે તેવી રીતે તમારે સ્નેહ પણ સર્વ પુત્રમાં