________________ પ્રથમ પલ્લવ. 41 તેમજ વારંવાર દેશ પરદેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડાં સાથે ન વિધી શકાય તેવા અરણ્યમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકે સહન કરીએ છીએ, ઉન્હાળાના તડકામાં ખેતીને આરંભ કરાવીએ છીએ, તેમજ દારિદ્ર રૂપી કણને પીલી નાખવામાં ઘંટી જેવા અઘટ્ટો ફેરવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કયિાણા દઈએ છીએ અને હમેશાં તેના લેખાં કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમને ઘરે વારંવાર આંટા ખાઇને ઉઘરાણીએ કરીએ છીએ, ભાત ભાતની યુક્તિ પ્રયુક્તિથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ. વળી સામંત રાજા વિગેરેને ધીરેલ ધન કાંઈ કાંઈ કળાઓ કરીને પાછું મેળવીએ છીએ. રાજ્યદ્વારે ચતુરંગ સભામાં જુદા જુદા આશયથી કરાયેલ વિતર્કથી મુશ્કેલ પ્રશ્નોના હુશિયારીથી જવાબ દઈને અમે ચતુર માણસના મનને ખુશી કરીએ છીએ. જેવી રીતે મેટા મેટા મગરમચ્છથી તથા મોટા મોટા મેળાઓથી મુશ્કેલીથી તરી શકાય તેવી રેવાનદીને મોટા હાથીઓ તરી જાય તેવી રીતે દુર્જન નોથી, ખુશામતીઆઓથી અને પરવશપણાથી મુશ્કેલ એવી રાજસેવા પણ અમે કરીએ છીએ. આ પ્રમાણે અનેક ઉપાયે કરીને કેટિ ગમે ધન અમે પેદા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરે છે. પણ જુઓ, હજુ સુધી તે તે લજજાહીનરમત ગમત પણ છેડતી નથી, વ્યાપાર વિગેરે ઉધમ તે બાજુ ઉપર મૂકીએ, પરંતુ ઘરમાં સામાન્ય રીતે પિતાના વસ્ત્રાદિ પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતે 1 પાણી કાઢવાના રે.