________________ પ્રથમ પલ્લવ. એક સરખેજ હે જોઈએ. જેમ સર્વ મહાવ્રત વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમજ સર્વ પુત્રમાં એક સરખાજ ગુણની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે. વળી હે પિતાશ્રી! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાને નિષેધ કર્યો છે અને તે તે તમે કરે છે, માટે કહે કે જે વાતને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતને આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરો ? માબાપે બહુ વખાણ કરીને તથા બહુ લાલનપાલન કરીને ઉછુંખળ બનાવી દીધેલે પુત્ર તે કુટુંબને ક્ષય કરનારે થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલે અગ્નિ શું લાકડાને નથી બાળ? વળી બાપુ ! તમે ધન્યકુમારમાં શી અધિકતા જઈ ને અમારામાં શી ઓછાશ જોઈ કે હમેશાં જાણે દેવતા હોય તેમ તેના વખાણ કર્યા જ કરે છે? હે તાત ! જ અરસપરસમાં નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તે ધન્યકુમારના વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવશે અને અમારા બધા ઉપર એક સરખી દષ્ટિ રાખશે.” પુનાં આવાં શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે પિતાએ કહ્યું કે–“હે પુત્ર! તમે ડોળા પાણીના ખાબોચીઆની જેવા મલિન આશયવાળા છે; તમારે સ્વચ્છ થવાને માટે મારી જેવાના વચનરૂપ કતક ફળની જરૂર છે. તેને ઉપયોગ કરે. હે પુત્રે ! હંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને સાચું ખોટું બોલવાની મૂર્ખાઈ કરતે તમે કદિ જે છે ખરો? ગવાળીઆથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યમાં મારી તુલના શક્તિના વખાણ થાય છે અને તે