________________ 674 ધન્યકુમાર ચરિત્ર. મારૂં નામ યથાર્થ થયું છે. હવે મારા ભાગ્યે જાગૃત થયા છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છું, કારણકે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચને દ્વારા મને સહાય કરનાર થયો છે. હું તમારું કલ્યાણકારી વાકયે શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત ગ્રહણ કરવા જાઉં છું, તેથી તે સ્ત્રીઓ : તમે પણ હવે શાંત આશયવાળી થજો.” આ પ્રમાણે સર્વ પત્નીઓને ઉદીરણ કરીને, ગીઓને પણ આશ્ચર્ય પમાડતા શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા. ધન્યકુમારની લક્ષ્મીને વિસ્તાર આ પ્રમાણે હત-દ્ધિ અને સમૃદ્ધિથી ભરેલાં પંદરસે ગામ તેની માલકીમાં હતા. પાંચસે રથ, પાંચસે ઘોડા, પાંચસે ઉત્તમ મેટા ધવળમંદિરે, પાંચસે દુકાને, પિતાની બુનુસાર ક્રય-વિક્રય વિગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચ હજાર વણિપુ (વાછેતરે), સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનભૂત પાંચસે વહાણે, અતિ અદ્ભત રાજમંદિરને પણ જીતે એવા દેવવિમાનને બ્રમ કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલે, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેકે ગોકુળ'એટલે આઠ ગોકુળ, આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં, વસ્ત્રમાં, આભરણમાં, અને ઠામવાસણ વિગેરે ઘરની ઘરવકરીમાં-એ પ્રત્યક્યાં છપ્પન સુવર્ણ કેટી દ્રવ્ય તેમણે પ્રતિષ્ઠિત કરેલું હતું. વળી આઠે પનીઓની નિશ્રાએ એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સેનું હતું. વળી ધાન્યના કોઠારે હજારો હતા, તેમાંથી અનેક ગામેમાં દીન, હીન, દુઃખિત જનના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી 1 એકેક ગોકુળમાં દશ દશ હજાર ગાયે હોય છે.