________________ - નવમ પલવ. 75 હતી, વળી મનમાં ચિંતવેલા ભેગ ભેગાદિકને, ઇંદ્રિયનાં સુખને, યશકીર્તિને તથા એહિક સર્વ ઇચ્છિત સુખને આ પવાના સ્વભાવવાળે ચિંતામણિ રત્નતુલ્ય મણિ તેની પાસે હતું. બીજી પણ અમૂલ્ય વિવિધ ગુણ તથા સ્વભાવવાળી રત્નૌષધિ વિગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેની પાસે હતી. અનેક દેશાંતરમાંથી આવેલ રાજાઓને પણ દુર્લભ એવા મણિરસાયણાદિક ગણત્રી વગરનાં તેની પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષે સાર્થવાહ, મેટા શ્રેષ્ઠીઓ અને રાજાદિકે રવદેશ પરદેશમાંથી આણેલી વસ્તુઓ કે જે શોધવા જતાં પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતાં. વળી તેના સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુન્યદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવી મહાકદ્ધિના વિસ્તારવાળા અધિક સર્વવત ધન્યકુમાર તે સર્વને તૃતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઈ . ગયા; કારણકે “સત્ત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી–લંબાણ કરતા નથી.” પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વને નાશ થવા માટે સર્વ તીર્થોમાં તેણે અઠ્ઠાઈ મહત્સવ કરાવ્યું. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધારમાં વાપર્યું, કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું, હમેશાં સેવા કરનારાઓને જીવિત પર્યંત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કોઇની સેવા કરવાનું રહે નહિ. કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું, કેટલુંક ધન યાચને આપ્યું, કેટ• 1 ગંગાદેવીએ આપેલ હતું તે