________________ નવમ પદ્વત્રિ. ઉઠીને સામી ગઈ અને હાથતાળી દઈને કહેવા લાગી કે–“સખી! આવ, આવ ! તું પણ મારી ગતિને જ પામી દેખાય છે! બહુ ચિંતા કરીશ નહિ, સર્વેની આવી જ ગતિ ભવિષ્યમાં થવાની હેય તેમ દેખાય છે, તેથી આપણું ચિંતા નિરર્થક છે, “પંચને દુઃખ નહિ” તેવું શ્રુતિવાકય છે.” અહીં ઉપર રહેલી ત્રીજી સ્ત્રી વિચારવા લાગી કે-“આવતી કાલે મારી પણ આ જ દશા થશે.” પછી તેણી જેમ જેમ દિવસ ચઢવા લાગે, તેમ તેમ ચિંતા તથા શોકથી આકુળવ્યાકુળ થઈ સતી આનંદ પામી નહિ. ચોથે દિવસે ત્રીજી સ્ત્રીને પણ આજ્ઞા આપીને વિસર્જન કરી. આ વાત ભદ્રાએ જાણી, તેથી તે શાલિભદ્રની પાસે આવીને વિવિધ સ્નેહયુકત વચને અને યુક્તિઓ વડે વિનવવા લાગીસમજાવવા લાગી, પરંતુ વ્રતના આશયમાંથી તે જરાપણું પાછા હઠ્યા નહિ. આ પ્રમાણે હમેશાં મોહની રાજધાની જેવી એકેક સ્ત્રીને તજવા લાગ્યા, અને મેહની ઉત્પત્તિનું તેને કારણ જાણીને તેઓની ઉપરથી સર્વથા રાગ તજી દીધે. હવે શાલિભદ્રની બહેન સુભદ્રા પિતાના પતિ ધન્યકુમારનું મસ્તક સુગંધી જળવડે ધોઈને, અતિ સુગંધી તૈલાદિનાખવા પૂવંક કાંચકીથી વેણી ગૂંથતી હતી, બીજી બધીઓ પણ યથાસ્થાને બેઠેલી હતી, તે વખતે સુભદ્રાની આંખમાંથી બંધુના વિગદુઃખના મરણને લઈને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી શૂન્યતાને લીધે આવેલા કાંઈક ઉષ્ણ અશ્રુઓ ધન્યકુમારના બંને રકંધ ઉપર પડ્યા ધન્યકુમારે ઉષ્ણ અશ્રુબિંદુના સ્પર્શથી ઉંચુ જોયું, અને પ્રિકાયાના નેત્રમાં આંસુ જોઈ કહ્યું કે–પ્રિયે! આ અશુપાતનું શું છે? શું કેઇએ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે? અથવા કેઇએ તને મર્મ વચને કહ્યા છે? અથવા કેઈએ હલકા વચને