________________ ધન્યકુમાર ચરિત્ર. કહ્યાં છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખને ઉદય કેવી રીતે થયે કે જેથી તું આ અકાળે ઉત્પાત કરાવનાર વરસાદના કણીઆની જેવાં આંસુઓ પાડે છે ?" ત્યારે સુભદ્રા ગદ્ગદિત થઈને બોલી કે–“સ્વામિન ! આ પના ભુવનમાં મને લેશ માત્ર પણ દુઃખ નથી, પરંતુ મારો ભાઈ શાલિભદ્ર રાજા ઘેર આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયેલ છે. વીર ભગવાનના વચનશ્રવણથી પરમ વૈરાગ્યવડે તેનું અંતઃકરણ વાસિત થયું છે, તે વ્રત લેવાને ઈચ્છે છે, અને હમેશાં એકએક પત્નીને ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને તજી દે. શે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉગ કરનારૂં થઈ પડશે. ભાઈ જછે એટલે પછી પ્રતિવર્ષ રક્ષાબંધન હું કેમે કરીશ? કોણ મારી પસલી આપશે? કેણ મને પર્વમાં અને શુભ દિવસમાં આમંત્રણ કરશે? ક્યા શુભ હેતુથી ઉત્સાહપૂર્વક હું પિતાને ઘેર જાઈશ? જે કઈ વખત પિતાને ઘેર જઈશ તે પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદયવડે હું પાછી આવીશ. સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેનું હૃદય શીતળ અને પ્રસન્નતાયુક્ત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલ સ્ત્રી પિતાને ઘેર જઈને સુખ મેળવે છે, પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘરે હું શી રીતે જઈશ? આ ભાઈને ભાવી વિગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી.” આ પ્રમાણેનાં સુભદ્રાનાં વચને સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યકુમાર બોલ્યા કે-“પ્રિયે ! તે જે તારા પિતાના ગૃહની શૂન્યતાની વાત કરી