________________ 1968 ધમકુમાર ચરિત્ર. વાસગૃહમાં ગયે. માતા પણ આનંદ પામી કે " આ સુખને મારું વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ.” જિનેશ્વરની વાણીથી પરિકમિત મતિવાળા શાલિભદ્રે સંસારસ્વરૂપની વિચારમગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસનું પ્રભાત થયું ત્યારે પ્રથમની સ્ત્રીને આજ્ઞા આપી કે આજથી તારે નીચેને માળે રહેવું, આજ્ઞા વગર ઉપર આવવું નહિ.” તે સાંભળીને “કુળવંત સ્ત્રીઓએ પતિનું વચન ઉલ્લંઘવું નહિ” તે હેતુથી તે વિષાદપૂર્વક અધભૂમિમાં જઈને રહી અને વિચારવા લાગી કે–“અહે ! મારા સ્વામીએ આ શું કર્યું? નિરપરાધી એવી મને શા કારણથી તેમણે તજી? શું મને પહેલી ત્યજવા માટે મારી સાથે પહેલું પાણિગ્રહણ કર્યું હતું? લજજા અને વિનયથી યુક્ત એવી હું કાંઈ પણ પ્રશ્ન પૂછવાને શક્તિમાન નથી, હવે શું થશે? દિવસ-રાત્રિને નિર્વાહ કેવી રીતે થશે ? સર્વમાં હું અસર છું, તેને ભત્તરે એક ક્ષણવારમાં ગણત્રી બહાર કરી દીધી, તેથી અનુમાન કરતાં જણાય છે કે અનુક્રમે સર્વેની આજ ગતિ થશે ! જો બીજીઓનું ત્યજન નહિ થાય, તે તે મારા દુષ્કર્મોને ઉદય થયે એમ જ સમજવું, તે સર્વે દુર્ભાગ્યવંતીઓમાં અગ્રેસર ઠરીશ.” આ પ્રમાણે વિકલ્પની કલ્પનાના સમૂહથી ઉદ્ભવેલાં કચ્છમાં પડેલી અને મુખે નિઃશ્વાસ મૂકતી તે મલીન દર્પણની જેમ ખિન્ન વદનવાળી થઈ ગઈ અને મહાકથી તે રાત્રી અને દિવસ તેણે પસાર કર્યા. ત્રીજે દિવસે સવારે વળી બીજી પત્નીને આજ્ઞા મળી - તારે આજથી ત્યાગ કરવામાં આવ્યું છે, તેથી તારે પ્રથમની પત્ની પાસે જઈને રહેવું.” તેથી તે પણ ખિન્ન વદનવાળી થઈને તેની પાસે ગઈ. તે પણ તેને આવતી દેખીને જરાન્ડસી,