________________ નવમ પવિ. એવા વન,ગિરિ, ગુફામાં રહેવાનું હોય છે, ત્યાં તારી સંભાળ કોણ કરશે? ઘેર તે ક્ષણે ક્ષણે સાવધાન એવા સેવકે વિગેરે અનુકૂળતા પ્રમાણે વર્તે છે, ચારિત્રમાં કેઈ સાથે હેતું નથી, ઉલટું સંયમને મૃતનું આરાધન અને તપવૃદ્ધ તથા વયેવૃદ્ધ વિગેરેની સેવા કરવાનું હોય છે.” શાલિભદ્રે કહ્યું કે–“માતા ! વનમાં મૃગાદિ સુકોમળ પશુઓની કેણ સંભાળ રાખે છે ? તે કરતાં તે હું પુન્યવાન છું, કારણ કે પરમ કરૂણાવંત એવા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણાવચ્છેદક તથા અન્ય રત્નાધિકેની સહાયથી મને શું દુઃખ થવાનું છે ? હવે સો વાતની એક જ વાત હું કહું છું કે મારે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું છે, તેમાં જરાપણ સંદેહ નથી. આ પ્રમાણે સાંભળીને માતાએ જાણ્યું કે “આ વચનવડે આ ખરેખર ઘર તજશેજ, તેથી હવે કાળને વિલંબજ આમાં કરાવે.” તેમ વિચારીને તેણે કહ્યું કે-“વત્સ ! જો તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય તો તું સાહસ કર નહિ, દશ દિવસ જજે, કાંઈક કાંઇક ત્યાગ કર, કે જેથી તારી શક્તિની પરીક્ષા થાય. પછી ધર્મમાં શિઘ્રતાથી મનને દેજે, કે જેથી અખંડ રીતે તેને નિર્વાહ થાય.” આ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે વિચાર્યું કે–“સ્નેહથી ગુંથાયેલ માતા તાકીદે આજ્ઞા આપશે નહિ અને માતાની આજ્ઞા વગર કેઈ ચારિત્ર પણ આપશે નહિ, તેથી માતા કહે છે કે- દશ દિવસ સુધી ચારિત્રની તુલના કર.” તે માતાનું વચન અંગીકાર કરવું, જેથી માતા પણ પ્રસન્ન થશે, અને મેં જે મનમાં ધાર્યું છે તે તે ચલાયમાન થવાનું નથી, તેથી માતાનાં વચન પ્રમાણે વર્તવું યોગ્ય છે, મેં જે ધાર્યું છે તે તે અવસરે હું જરૂર કરીશ.” આ પ્રમાણે વિચારીને માતાને નમી ઉપરને મળે