________________ ધન્યકુમાર ચરિત્ર. સંગ થઈ જાય છે તે તે વખતે દુઃખના એકાંત કારણભૂત કપાને સુખ આપનાર ગણતા, ત્યાજય પદાર્થોને ઉપાદેય તરીકે ગણતા, પૂર્વે સંચય કરેલ પુન્યધનને લુંટી જનાર વિષય-પ્રભાદોને “અતિ વલ્લભ-પરમ હિતેચ્છુ " એમ વિચારતા વિપરીત શ્રદ્ધાવાળા સંસારી જીને દેખીને નિષ્કારણ પરમોપકારી જગદેક બંધુ એવા ગુરૂનું હૃદય કૃપાદ્ર થઈ જાય છે. પછી “અહે ! આ રાંકડાઓ પ્રમાદ સેવવામાંજ તત્પર થયેલા ચતુર્ગતિરૂપ સંસારમાં ન ભટકે " તેવા પરમ ભાવથી–દયદ્ર ચિત્તથી તેઓ ઉપદેશ આપે છે કે–“ અરે ભવ્ય છે ! “આ પાંચે પ્રમાદે સુખનાજ હેતુભૂત છે તેમ તમે જાણે છે, પણ તેની જેવા તમારા કેઈ શત્રુ નથી. એ બધા જગતના એકલા વૈરી એવા મહારાજાના સુભટે છે. પૂર્વકાળમાં તમે જે ચારે ગતિમાં દુઃખ પ્રાપ્ત કર્યું છે તે બધું મહરાજાની આજ્ઞાથી આ સર્વ પ્રમાદેએ ફેરવેલા તેના પ્રભાવથી જ થયું હતું; આગળ ઉપર પણ જે તમારે તેવા જ ચતુર્ગતિરૂપ દુઃખ ભોગવવાની ઇચ્છા હોય, તે તે જેમ રૂચે તેમ-જેમ ચિત્તમાં આવે તેમ કરે, પણ જે સુખ મેળવવાની ઈચ્છા હોય તે આ ચારિત્રરૂપ ચિંતામણિને ગ્રહણ કરે, કે જેના પ્રભાવથી અનાદિના શત્રુ મેહરાજાને પરિવાર સહિત શિઘ્રતાથી જીતીને, જન્મ, જરા, મરણ, રેગ, શેકાદિ સમગ્ર દુઃખોથી રહિત પરમાનંદ પદને સાદિ અનંત સ્થિતિએ પામે, એટલે કે પુનરાગમન રહિત, અકૃત્રિમ, નિરૂપાધિક અપ્રયાસી એવું શાશ્વત અનંત સુખ તમે પામે.” હે માતા ! હું પણ પરમ ઉપકારી વીર ભગવંતનાં આવાં વચનથી તેના રહસ્થને સમજ છું, તેથી તે પ્રમાણેજ કરવા ઈચ્છું છું.” માતાએ કહ્યું કે-“વત્સ! ચારિત્ર અતિ દુષ્કર છે, ગહન