________________ નવમ પહેલ. આજે આપ મુનિરાજના મને દર્શન થયા છે, તેથી આજેજ અને સુકૃત ફળ્યું, ભવસમુદ્ર તરવાને આજે વહાણ મળ્યું, અને ચિંતામણિ રત્ન આજે હાથમાં આવ્યું એમ હું માનું છું.' આજે મને અનાથને પરમ નેતા મળ્યા. હે કરૂણાનિધિ ! આ મારી જેવા ગરીબ રાંક ઉપર કૃપા કરીને પાત્ર પ્રસારે, આ નિર્દૂપણ આહારને ગ્રહણ કરે, અને મને ભવથી પાર ઉતારે.” આ પ્રમાણે બેલતા તે કુમાર સમગ્ર પિંડ ઉપાડી સાધુ પાસે બે હાથમાં ધરીને ઉભો રહ્યો. સાધુએ પણ તે આહારને એષણય જાણીને કહ્યું કે “દેવાનુપ્રિય ! એમાંથી થોડું આપે, અમે બધું ગ્રહણ કરશું નહિ.” કુમારે કહ્યું કે, સ્વામિન ! જે થોડા સંસારના દુઃખસમૂહમાંથી રક્ષાવાની ઈચ્છા હોય તે તે થોડું આપે, પણ મારે તે સમૂળ સંસારનું ઉમૂલન કરવાની ઇચ્છા છે, તેથી આ બધું આપવાની ઉત્કંઠા છે. વળી આપ પરમ ઉપકારીનિષ્કારણ જગત ઉપર એકાંત વાત્સલ્ય ધારણ કરનારા છે. તે મારી જેવા દીન ઉપર કૃપા કરીને આ બધે પિંડ ગ્રહણ કરી ઘણા દિવસની ધારેલી મારી દાન દેવાની ઈચ્છા પૂર્ણ કરે, જેથી મને નિરૂપાધિક સુખની સાચી પ્રાપ્તિ થાય.” આ પ્રમાણે તેને ભક્તિના સમૂહથી ભરેલે ભાવોલ્લાસ જાણીને તેની ભક્તિનું ખંડનના ભયથી મુનિએ પાત્ર ધર્યું એટલે કુમારે તે બધા પિંડ પાત્રમાં વહેરાવે. તે સમયે કુમારને હર્ષોલ્લાસ પગથી શિખા પર્વત સમુદ્રની ભરતીની જેમ અતિશય વૃદ્ધિ પામે, કે જે તેના હૃદયમાં તથા ચિત્તમાં સમાતે પણ નહોતો. જેવી રીતે આજન્મથી દરિદ્રીને અકરમાતું કટિ મૂલ્યવાળું નિધાન ઘેર બેઠા મળે અને તેથી તે હર્ષઘેલે થઈ જાય તેની માફક હર્ષના પ્રકર્ષથી અને આનંદથી ગાંડે થઈ ગયે હેય ને તે દેખાવા લાગ્યા. હર્ષથી વ્યાકુળ