________________ ધન્યકુમારે ચરિત્ર. થવાને લીધે તે એક વચન પણ બેલી શક્યો નહિ. * " હવે તે દાનને સમયે માર્ગે જતી શાસનદેવીએ કુમારની તિશય દાન ભક્તિ જોઈ તેથી ચિત્તમાં બહુ ચમત્કાર પામી કુમારની ઉપર ગુણના રાગથી તેનું હૃદય ખેંચાણું, એટલે તેણે ઉચ્ચ નાદં સાથે દેવદુંદુભિ વગાડી અને બોલી કે- તું ધન્ય છે, તું ધન્ય છે, બહુ સારું દાન આપ્યું, હું આ તારા ધર્મવૃક્ષના પુષ્પરૂપ ચંદ્રવળ રાજાનું રાજય તને આપું છું.” આ પ્રમાણે વર આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. કુમાર પણ સાધુની પછવાડે સાત-આઠ પગલાં જઈ ફરીથી તેમને નમીને પિતાને સ્થાને પાછે આ પરંતુ દાનના સમયે પ્રાપ્ત થયેલ હર્ષથી તે વારંવાર પુલકિત થવા લાગે. કેટલાક વખત સુધી તે મહાદાનની અનુમોદના કરીને, પછી બીજે ગામ જઈ ભિક્ષાવડે સાથે મેળવીને તેણે પ્રાણવૃત્તિ કરી. હે ચંદ્રવળ રાજા ! તે શાસનદેવીએ તને સ્વમ આપ્યું અને બીજે દિવસે તે દેવી અતિ ભક્તિપૂર્વક કરેલા ધનધર્મનું ફળ પ્રત્યક્ષ અપાવવા માટે અને તેના યશ કીતિ વિસ્તારવા માટે દેવવર્ગની સાથે બહુમાનપૂર્વક તેને અત્રે લાવી. હે રાજન ! તે આ વિરધવળ છે.” - પછી રાજાએ કુશલક્ષેમ વિગેરે પૂછીને શિષ્ટાચારપૂર્વક તિલક કરી સાતે અંગે યુક્ત પિતાનું રાજ્ય તેને આપ્યું અને શિખામણ આપી કે તમારે આ રાજય શુદ્ધ પરિણતિથી ન્યાયપૂર્વક પાળવું કે જેથી કોઈ મને સંભારે નહિ અને પ્રાંતે મારી જેમ તમારે પણ ચારિત્ર ગ્રહણ કરવું; પરંતુ શ્લેષ્મમાં લિપ્ત થચેલ માખીની જેમ સંસારમાં એંટી જવું નહિ. વિરધવળે તે બધું વિનયપૂર્વક સાંભળીને અંગીકાર કર્યું પછી વીરધવળે મહત્સવપૂર્વક ચંદ્રવળ અને ધર્મદત્ત વિગેરેને અનુમોદના