________________ ધન્યકુમાર ચરિત્ર. यस्य पादयुगपर्युपासनाद, नो कदापि रमया विरम्यते / सोऽपि यत् परिदधाति कंबलं, तदविधेरधिकतोऽधिकं बलम् / જેના પાદની સેવા કરવામાં લક્ષ્મી એક ક્ષણ પણ વિરામ પામતી નથી, તેને પણ કંબળ ધારણ કરવું પડે છે, તેથી જાણવું કે વિધિથી અધિક બળવાન કેઈ નથી.’ હવે તે કુમારને તે દિવસ પર્વને હેવાથી એક શ્રેષ્ઠીને ઘરેથી સાથે અને ગોળની ભિક્ષા મળી. તે ભિક્ષા લઈને તે સરોવરને કાંઠે ગયે. ત્યાં સાથવાને જળવતી પલાળીને તેમાં ગોળ ભેળવી તેને ખાવા ગ્ય બનાવ્યું. પછી કુમારે વિચાર્યું કે-“હમણા કઈ અન્નાથ આવે તો ઉત્તમ થાય ! તેને કાંઈક આપીને પછી હું ભજન કર્યું. “ડામાંથી પણ ડું દેવું' તેવું શાસ્ત્રવચન છે.” આ પ્રમાણે તે વિચારે છે, તેવામાં તેના મહા પુન્યસમૂહના ઉદયથી કઈ એક માપવાસી સાધુને તે માર્ગે થઈને જતા તેણે જોયા. તે મુનિ પારણા માટે ગોચરી લેવાને ગામમાં ગયા હતા. તેમને પ્રસુક જળ મળ્યું હતું, પરંતુ એષણીય આહાર મળ્યો ન હતો, તેથી જળ માત્ર ગ્રહણ કરીને “અન્ન ન મળે તે તપની વૃદ્ધિ અને મળે તે દેહધારણા થાય " એમ વિચારતા સમતામાં લીન થયેલા સંતોષરૂપી અમૃતના ભાજન તુલ્ય તે મુનિ બહાર ઉપવનમાં પાછા જતા હતા, તેમને દેખીને તે કુમાર અંતઃકરણમાં અત્યંત આનંદ પામી વિચારવા લાગે કે-અહે! હજુ મારા ભાગ્ય જાગતા છે; કારણકે આ મૂર્તિમાન ધર્મ જ હોય તેવા સાધુ અચિંત્યા મળી ગયા.' એ પ્રમાણે વિચારીને સાત આઠ પગલા સામા જઈને તેણે કહ્યું કેअद्य पूर्वसुकृतं फलितं मे, लब्धमद्य वहनं भववा: / अद्य चिन्तितमपि करमा गाद्, वीक्षितो यदि भवान् मुनिराज // 1 //