________________ . પ્રથમ પલવ. (28 તેને બેલાવી પૂછયું કે-“શામાટે ફલાણાનું દ્રવ્ય હજુ તમે આપ્યું નથી ? એટલે કોઠારી તેના દે ઉઘાડવા લાગે કે–આતે બહુ ખાઈ જાય છે, તેને વળી દેવું શું? આવાં ખોટાં બહાનાં સાંભળી રાજા બે કે–આ માણસ તે જેને આપવાનું હોય તેને પણ આપતું નથી, માત્ર લેભ કરે છે. આ કેઈને પણ દાદ શું આપને હશે? દરેકને દુઃખી જ કરતે હશે.” તે વખતે બધા સભાસદેએ પણ હેરાન થયેલા હોવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે ભરાયેલા રાજાએ તેનું સર્વ જપ્ત કરી લઈને તેને દેશનિકાલ કર્યો.' આવી રીતે હે બ્રાહ્મણ! તેં પણ નિર્દયતા અને નિર્વિકાદિ દેષ સહિત કષ્ટથી તપ કરી કર્મપરિણામ રાજાની સેવા કરેલી હેવાથી તેણે તને લક્ષ્મીને (મારે) કોઠારી બનાવ્યું છે. માટે તું થન સાચવનાર હોવા છતાં જો દાન અથવા ભેગથી ધન ઉડાડીશ તે હું તથા કર્મપરિણામ રાજા ગુસ્સે થશું. આ પ્રમાણે માત્ર ધનને સાચવનાર તું મારો શો ઉપયોગ કરવાનું હતું? શ્રેષ્ટિ સાથે તારી તુલના શી રીતે થવાની થતી ?" - લક્ષ્મીનું આ પ્રમાણેનું બોલવું સાંભળી બ્રાહ્મણ બોલે કે હું સમજે, હવે મારે તને કેમ રિથર કરવી તેનું રહસ્ય સમજાયું.ભલે મારૂ પાપાનુબન્ધિ પુણ્ય છે, પરંતુ હું તે લક્ષ્મીને સ્વામી છું અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારે ઘરે છો; પછી મારે શી ચિન્તા ? આજ સવારે જ દાન ભેગ વિગેરેથી હું તને મારી દાસી બનાવી દઈશ.” લક્ષ્મી--“તારૂં મેટું તેજે !! મજુરોને ઉપાડવા આપેલ ધન નું પટલું મજુરનું થયું સાંભળ્યું છે કે? અરે મૂર્ખશિરે મણિ! આગલા જન્મમાં કરેલ શુદ્ધ ધર્મથી તથા અમારા અનુકૂળપણે