________________ નવમ પાઉવ. કરનાર આ કુમાર સમાન બીજું કંઈ જણાતું નથી. હવે હું તેના ઉપર સેંકડો ઉપકાર કરૂં, તે પણ તેને પ્રત્યુપકાર થાય તેમ સ્થી, પરંતુ યથાશકિત તેની સેવામાં હું પ્રવર્તીશ, હમેશાં તેને અનુકૂળ વર્તન હું કરીશ, અને વારંવાર મારા મુખથી તેની સ્તુતિ કરીશ.” આ પ્રમાણે વિચારીને તે બે કે-“અરે કુમાર ! તમે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો, તેનું વર્ણન મારા એક મુખથી હજાર વરસ સુધી કરવાને પણ હું અશક્ત છું, હવે હું આપની પાસે શું યાચું?” કુમારે કહ્યું કે “મારી પ્રતિજ્ઞાને નિર્વાહ થવાથી મારા ચિત્તમાં બહુજ આનંદ થયો છે. પુરૂષ પિતાનું વચન પાળે છે ત્યારે જ તેનું પુરૂષત્વ વખણાય છે. કહ્યું છે કે अर्थः सुखं कीतिरपीह माऽभू-दनर्थएवास्तु तथापि धीराः। निजप्रतिज्ञामनुरुध्यमाना, महोधमाः कर्म समारभन्ते // 1 // અર્થ, સુખ અને કીતિ બીલકુલ ન મળે, અને અનર્થ જ માત્ર થાય, તે પણ ધીર પુરૂષે પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે મોટા ઉદ્યમનાં કાર્યો કરે છે.” તારા મનોરથની પૂર્તિ થઈ તેથી મને બધું માર્યું છે.” આમ કહીને કુમાર બેલ બંધ થયે, એટલે ધર્મદત્તે કહ્યું કે સ્વામિન ! આ સુવર્ણપુરૂષ તે આપજ ગ્રહણ કરે. મને મારી પ્રિયા મળી એટલે સેંકડો સુવર્ણપુરૂષે મળ્યા છે.” કુમારે કહ્યું કે-“શું તારૂં ચિત્ત ખસી ગયું છે? કે વાયુ થઈ ગયું છે? કે શું પ્રિયાના દર્શનથી મતિ ભ્રમ ગઈ ગયું છે કે જેથી બહુ પ્રયત્નથી સાધ્ય અને દુષ્કાય એવા સુવર્ણ પુરૂષને તું ગ્રહણ કરતે નથી? અને મને આપી દેવા ધારે છે. તે સાંભળીને ધર્મદરે કહ્યું કે –“સ્વામિન ! હું વણિક છું, તેથી આ સુવર્ણપુરૂષ મારા ઘરમાં શોભે નહિ, તેથી આપજ ગ્રહણ