________________ 222 ધન્યકુમાર ચરિત્ર. ઉપાય નથી, કારણકે દુઃસાધ્ય તેવું કાર્ય પણ તપથી સિદ્ધ થાય છે. કહ્યું છે કે यडूरं यदुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् / ' તાત્સર્ય તથા સાધ્યું, તો દિ સુરતિ મણ ? | ‘જે દૂર હય, દુરારાધ્ય હેય, જે દૂર ગોઠવાયેલ હય, તે સર્વ તપથી સાધ્ય થાય છે, તપને કાંઈ પણ દુષ્કર નથી.' - આ પ્રમાણે વિચારીને તે યક્ષિણીને ઉદેશીને નિચળ ચિત્તથી તેણે છ ઉપવાસ કર્યા. પૂર્વની માફક ધીરજ અને બળથી યક્ષિણીનું આસન કંપાયમાન થતાં પ્રત્યક્ષ થઈને તે બોલી કે–“વત્સ! આ સાહસ શા માટે કરે છે ? કુમારે કહ્યું કે-“માતાજી! ધર્મદત્તની પ્રિયાને આપ.” યક્ષિણીએ કહ્યું કે તેને તે કલ્પાંતે પણ હું આપું તેમ નહોતું, પરંતુ તારૂં ઉત્કૃષ્ટ સાહસ નિષેધવાને અશક્ત છું, તેથી આપ્યા વિના મારે છુટકો નથી!” આમ તેને કહીને ઈચ્છા હતી તે પણ વસ્ત્રાભરણથી સત્કારીને ધનવતીને તેને સેંપી. કુમારે પણ ધર્મદત્તને બોલાવીને કહ્યું કે–આ તારી પ્રિયા ખરી કે નહિ?”તે પણ દિવ્યાભરણથી ભૂષિત થયેલી રેશમી વસ્ત્રોથી શોભતી પિતાની પત્નીને જોઈને અત્યંત હર્ષ પામે અને કુમારને કહેવા લાગે કે આપની કૃપાથી મારું ઇચ્છિત સિદ્ધ થયું.” પછી કુમારે કહ્યું કે-“આગળ ચાલ, તારે સુવર્ણપુરૂષ પણ તને આપું.” આમ કહીને પ્રિયા સહિત ધર્મ દત્ત સાથે લઈ તે રમશાનમાં ગયે. પછી નિશાનીવડે ઓળખીને એક વૃક્ષ પાસેની ભૂમિ તેણે ધર્મદત્તને દેખાડી અને કહ્યું કે-“હે ભદ્ર ! અહીં તું દ.” તેના વચનથી તેણે તે બેંય. બેદી, એટલે ત્યાં દાટેલે દેદીપ્યમાન સુવર્ણપુરૂષ નીકળે. પછી ધર્મદરે વિચાર્યું કે “અહે, આ પ્રમાણે નિષ્કારણ ઉપકાર