________________ બો , આપી છે તેથી હું તમને તે આપી શકીશ નહિ.” કુમારે કહ્યું કે–“તે હકીકત કેવી રીતે બની છે?” યક્ષે કહ્યું કે–સાંભળ એક દિવસ હું મારી પત્ની સહિત એક વનમાં ગયે હતું, ત્યાં છાનુસાર પરિભ્રમણ કરતાં મેં દિવ્ય રૂપવાળી મેનકાથી પણ અતિ સુંદર એવી એક સ્ત્રીને સુતેલી દીઠી. મેં વિચાર્યું કે, અહે ! માનવી સ્ત્રી આવી કિંઈ દ્રષ્ટિપથમાં આવી નથી, તેથી મહા આશ્ચર્ય કરનારી આ સ્ત્રીને જે હું મારી પત્નીને આપું તે તે તેને જોઈને પ્રસન્ન ચિતવાળી થશે.” આ પ્રમાણે વિચારીને મેં તેનું હરણ કર્યું, અને મારી પત્ની પાસે તેને મૂકી. તેણે તેને જોઇને બહુ ખુશી થઈ. ત્યારથી અતિ યત્નપૂર્વક તે તેની રક્ષા કરે છે. એક ક્ષણ પણ તેને છેડતી નથી, માટે તે મારા સ્વાધી. નમાં નથી.” કુમારે કહ્યું કે, “હે યક્ષરાજ ! મેં તો તે સ્ત્રીને માટે જ તમારું આરાધન કર્યું છે, તેથી ગમે તે રીતે મને તે સ્ત્રી પાછી સેં.” યક્ષે કહ્યું કે તેને તે મેં મારી પ્રિયાને આપી દીધી છે, તેથી તેમાં મારૂં જેર નથી. ગૃહકલેશની કેણ ઉદીરણા કરે? બીજું જે કાંઈ તું માગ, તે તને આપું, પરંતુ આ સ્ત્રીને આપીશ નહિ.” આ પ્રમાણે કહીને યક્ષ અદ્રશ્ય થઈ ગયે. કુમાર પણ યક્ષનાં વચન સાંભળીને હર્ષ, વિષાદ, આશ્ચર્યાદિના મિશ્રભાવથી વિચાર કરતે ચિંતવવા લાગ્યો કે-“ધિક! ધિક! દેવે પણ સ્ત્રીને આધીન થઈ ગયેલા દેખાય છે અથવા તે મેહનીય કમેકને મુંઝવતું નથી? જે કઈ છે જિનેશ્વરના આગમનું તાત્પર્ય જાણતા નથી, તેઓ કર્મને આધીન જ વર્તે છે, તેમાં જરા પણ વિસ્મય પામવા જેવું નથી, પરંતુ હવે મારે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે શું ઉપાય કરવો?” આ પ્રમાણે એક ક્ષણવાર વિચારીને તેણે નિર્ણય કર્યો કે-“ તપ કર્યા વિના બીજો કાંઈ