________________ દર ધન્યકુમાર ચરિત્ર. ત્યારે નાટક વિસર્જન થયું હતું, ત્યાં કોઈ નહોતું. તેથી ધર્મદત હાથ ઘસતે રાજકુમારને વારંવાર પૂછવા લાગ્યો કે-“તે સ્ત્રી કેટલી ઉમરવાળી હતી? તેને વર્ણ કે હવે મુખાદિકની આકૃતિ કેવી હતી?” કુમારે જેવું સ્વરૂપ દીઠું હતું તેવું કહી દેખાડ્યું. તે સાંભળીને ધર્મદતે કહ્યું કે, “રવામિન! મારે સુવર્ણ પુરૂષનું કામ નથી, તેનાથી સર્યું. પરંતુ મારી પ્રયાને આપ પાછી વાળી આપે.” રાજકુમારે કહ્યું કે–“ચિંતા કરીશ નહિં, મારા પિંડમાં જીવ હશે ત્યાં સુધી હું તને તેને મેળવી આપીશ એવી હું પ્રતિજ્ઞા કરૂં છું.” - પ્રભાત થયું એટલે પૂજારીએ આવીને તે ભવનનું દ્વાર ઉઘાડ્યું, તે વખતે તે બંને તે મંદિરમાં ગયા, અને યક્ષને નમ સ્કાર કરીને ત્યાં બેઠા. કુમારે તે વખતે વિચાર્યું કે–મેં આની પ્રિયાને પાછી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી છે, તે દેવસહાય વિના સફળ થશે નહિ, તેથી હું આ યક્ષની જ આરાધના કરૂં. જે આ યક્ષ પ્રસન્ન થશે તે ઇસિતાર્થની પ્રાપ્તિ સત્વર થશે.” પછી તે આશય ધર્મદત્તને જણાવીને કુમારે તે યક્ષની પાસે દબકુરનો સંથારો કરીને જયાં સુધી ઇષ્ટસિદ્ધિ થાય ત્યાં સુધી તમારૂં જ શરણ છે.” તેમ નિશ્ચય કરી નિશળ ચિત્તવાળે થઈને તેજ યક્ષનું ધ્યાન કરવા માંડ્યું. ત્રીજે ઉપવાસ રાત્રિએ સિંહ, વાઘ, સર્પ વિગેરેના ભયંકર રૂપથી કુમારને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન થયે, ૫રંતુ કુમાર ધ્યાનથી ચળે નહિ. પછી તેનું અતિ અદભૂત સાહસિકપણું જોઈને યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે-“હું તારા પૈર્યથી તુષ્ટમાન થે છું, તારે શેની ઈચ્છા છે માગ” ત્યારે કુમારે કહ્યું કે “દેવ ! મારા મિત્ર ધર્મદત્તની પત્ની અપાવે.” યક્ષે કહ્યું કે તે બાબતમાં મારે અધિકાર નથી. તેને મેં મારી પ્રિયાને