________________ નવમ પાવર 619 ધર્મદત્તને મુકીને અહીં આગમન કર્યું છે, પરંતુ કઈ હિંસક પણ ભટકતાં ભટકતાં ત્યાં આવશે તે ઉંઘતાં એવા તેની શી ગતિ થશે? આવાં કૌતુકે તે જગમાં બહુ હોય છે, તેથી હું તાકીદે ત્યાં પાછો જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને નિશાનીઓ મુકેલી હતી તદનુસાર તે ધર્મદરની પાસે ગયે. તે પણ તે જ વખતે જાગે. કુમારે તેને પૂછયું કે-“અરે ભદ્ર ! તેં કાંઈ સાભળ્યું નહિ?” તેણે કહ્યું કે–“રવામિન્ ! આ શિયાળીઆ શબ્દ કરે છે, અને ભૈરવી કલકલ કરે છે તે સંભળાય છે. બીજું કાંઈ સંભળાતું નથી. આ પ્રમાણે ધર્મદત્તની ઉકિત સાંભળીને કુમાર જરા હસીને બે કે-“ભદ્ર! તે તે ભરનિદ્રામાં રાત્રી પસાર કરી અને મેં તે જીવતાં સુધી ન ભૂલાય તેવું કૌતુક દીઠું.” ધર્મદત્તે પૂછયું કે-“તેવું શું કૌતુક દીઠું ?" કુમારે કહ્યું કે-“આજે એક પહેર રાત્રી ગયા પછી વાજિત્ર તથા ગીતનાં મેં અવાજ સાંભળ્યા. તેને અનુસારે હું ત્યાં ગયા. ત્યાં એક દેવમંદિરને બંધ કરેલા બારણાવાળું મેં દીઠું. તે બારણાના છિદ્રમાંથી મેં જોયું તે અંદર એકસે ને આઠ દેવકન્યાઓને મેં નાચ કરતાં જોઈ; અને તેઓની વચ્ચે દેવકન્યાઓને પણ જીતે તેવી રૂપવતી એક મનુષ્યની સ્ત્રીને નાચતી જોઈ. ઘડી માત્ર ત્યાં ઉભા રહીને તું એકલે હવે, તેથી તારી ચિંતા થવાથી હું અત્રે પાછા આવ્યા, પરંતુ તે નાટક હજુ પણ હું ભૂલી શકતું નથી.” તે સાંભળીને ધર્મદત્ત બેલ્યો કે “સ્વામિન ! તમે જે માનવી સ્ત્રી જોઈ તે મારી પ્રિયાજ હશે. આ વનમાં મારી પત્ની કેદ હરણ કરીને લઈ ગયું છે, તેથી આપ તાકીદે ચાલે, ત્યાં જઈને હું તેને જોઉં.” પછી તે બંને જણા ત્યાંથી સત્વર ચાલ્યા. જ્યારે તેઓ ભુવન પાસે પહોંચ્યા