________________ 18 ધન્યકુમાર ચરિત્ર. કોઈ રીતે તેનું સ્વરૂપ સમજી શકાય. ધર્મદતે કહ્યું કે “જેવી આજ્ઞા, હું તે તમારે અનુચર છું.” કુમારે કહ્યું કે–“ તારા સુવર્ણપુરૂષની પ્રાપ્તિ થયા વગર હું નગરમાં પ્રવેશ કરીશ નહિ, તેથી અર્ય કરીશ નહિ.” આ પ્રમાણે વાતચિત કરતાં તેઓએ તરફ ભમતાં ભમતાં દિવસ પૂર્ણ કર્યો, અને રાત્રે કોઈ સારા સ્થળમાં તેઓ સુતા. પ્રથમ પહેર ગયે એટલે ધર્મદત્ત તે નિદ્રાવશ થઈ ગયે. કુમાર જાગતે હતિ તેણે દિવ્ય ગાયનને નાદ સાંભળે તેથી કૌતુકથી ચિત્ત ખેંચાવાથી તે કુમાર ધર્મદત્તને ઉંઘતે મુકીને, ખગ હાથમાં લઈ, માર્ગમાં નિશાનીઓ કરતે આગળ ચાલ્યો. સ્વરને અનુસરીને ચાલતાં દૂર વનની અંદરના ભાગમાં એક મોટું યક્ષનું મંદિર તેણે દેખ્યું. તે ભવનમાં વાજીત્રના નાદ સાથે નાટક થતું જાણીને કુમાર સાહસ કરી તેની નજીક ગયે; પરંતુ તે દેવગૃહનાં દ્વાર બંધ કરેલા દેખીને તે વિસ્મય પામી બહાર ઉભે રહ્યો. જરા થોભીને આમ તેમ જોતાં તે દ્વારમાં એક છિદ્ર તેણે દીઠું. તે છિદ્ર દ્વારા અંદર જતાં એકસો આઠ દેવીઓના સમૂહને તેણે નાચ થતે દીઠે. તેઓની વચ્ચે એક દેવીને રૂ૫ લાવણ્યમાં સૌથી અધિક જોઇને તે વિરમીત થયે, પરંતુ લક્ષણથી તેને માનુષી સ્ત્રી તરીકે નિરધારીને ચિત્તમાં ચમત્કાર પામી તે વિચારવા લાગે કે-“આ માનુષી સ્ત્રી દેવીઓ સાથે કેમ રહેતી હશે? હે ! વિધિની રચના જુએ, મનુષ્યણી થઈ છે, છતાં રૂપાદિકથી દેવીવૃંદને પણ હઠાવે તેવી છે. આ પ્રમાણે વિચારીને ફરીથી ધ્યાનપૂર્વક જોતાં તે માનુષી સ્ત્રી જ છે " એમ નિર્ણય કરીને તે એક ઘડી સુધી ત્યાં ઉભે રહ્યો. તેટલામાં તેને અમદત્ત સાંભર્યો. તે વિચારવા લાગ્યો કે મેં ત્યાં નિદ્રા લેતા