________________ ધન્યકુમાર ચરિત્ર. દાન પુણ્ય કરવાથી આ શેઠે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધેલ છે, તેથી હું આ શ્રેષ્ઠિની તે કામ કરનારી દાસી છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબન્ધિ પુણ્યવાળા તારી તે હું સ્વામિની છું. સમજ ! તું તે મારા દાસને પણ દાસ છે. નેકર ઉપર તે વળી ભક્તિ હતી હશેબ્રાહ્મણે કહ્યું કે-હે લક્ષ્મિ ! મારા તથા આનામાં આટલે બધે ભેદ તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે અને હું તારું શું લુંટી લઉં છું? 'અમારા બંનેમાં મનુષ્યત્વ એક સરખું હોવા છતાં તું આ ભેદ રાખે છે તે તેને ઘટતું નથી. વળી હું તે તને પ્રયાસ કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ જે તે સ્થાને ફગાવી દે છે. તે છતાં તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી મહેડું મરડે છે તેનું કારણ શું તે કહે.” આ વાત સાંભળીને લક્ષ્મીએ તેનું આ પ્રમાણે નિરાકરણ કર્યું કે અજ્ઞ પાછળ બુદ્ધિ બ્રાહ્મણ તું સાંભળ. શુદ્ધ શ્રદ્ધાવાન આ શેઠે વિનય, વિવેક, દયા, ન્યાય, હર્ષ, ઉલ્લાસ, ઉત્સાહ. તથા લાગણી ભેર, વિષગરલાદિ અનુષ્ઠાન રહિત તથા કોઈ જાતનું નિયાણું કર્યા વગર શ્રી જૈન ધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અતુલ્ય ફળની પ્રાપ્તિ થઈ છે. વળી આ ભવે દાન પુણ્યમાં હર હંમેશ પૈસાને વ્યય કરતો રહે છે, વધતી જતી ધર્મ કરવાની ઈચ્છા છોડતા નથી. જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગંધી થવા તે તેનું આનુષંગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના આનુષગિક ફળે છે. મને તેણે આગલા ભવમાં દૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પિતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિનય,