________________ 25 તેના વચનમાં વિશ્વાસ કેમ રાખવો? પણ હવે જોઉં તે ખરે કે આ શામાટે આવી છે અને શું કરે છે? મારી મર્યાદા તે રાખે છે કે નહિ કે બન્ને જણા નિર્ણજ છે. ચાલ, કૌતુક જોઉં. બ્રાહ્મણ આ પ્રમાણે વિચારે છે તેવામાં પેલી સ્ત્રી તે શ્રેષ્ટિના પલંગની ચારે બાજુ ભમી અને તેના ઉત્તરીય વસ્ત્રને છેડો ધૂપિયામાં પડેલે જે એકદમ ઉપાડી લઈ, હાથવડે ચેળી બુઝવી નાખી તેને પલંગમાં સરખો ગોઠવી દીધો અને ધૂપિયાને દૂર, મુક્યું. આ પ્રમાણે બધું ઠીકઠાક કરીને ત્યાંથી પાછી વળી. બ્રાહ્મણે વિચાર્યું કે—કઈ કારણથી આવી તે ખરી, પરંતુ શ્રેષ્ટિને ઉઠાડ્યા નહિ. માત્ર પલંગની આસપાસ ફરે ફરી મને જોઈને શરમાણું કે શું? આમ વિચારતાં પિતાના પલંગ પાસે થઈને તેણું પસાર થતી હતી, એટલે તેણીના વસ્ત્રને છેડે પકડી લઈ તેણે પૂછયું કે- તું કોણ છે? શા માટે આવી છે? શામાટે જેવી આવી તેવી જ પાછી ચાલી જાય છે? શું મારે તને અંતરાય નડ્યો?” બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી રેષ સાથે તેણી બેલી કે–અરે મૂર્ખ શિરોમણિ! નપુંસકની માફક આવું ધડા વગરનું શું બોલે છે? આ પુણ્યશાળી શ્રેષ્ઠિના ઘરની હું લક્ષ્મી છું. શ્રેષ્ઠિની સંભાળ લેવાને માટે આવી હતી. દરમ્યાન તેના વસ્ત્રને છેડે ધૂપિયામાં સળગતે જોઈ મેં બુઝવી નાખે. તેમાં તને શી બળતરા થઈ પડી?” બ્રાહ્મણે કહ્યું કે તું મારા ઘરે પણ પુષ્કળ જથ્થામાં છે; તે પછી મારી સેવા શા માટે કરતી નથી? મારી શુદ્ધિ તે લેતી જ નથી, કેવળ આના ઉપરજ તારી આટલી બધી ભકિત શા માટે? લક્ષ્મીએ જવાબ દીધે કે-“હે નિર્ગુણના રાજા!આગલા જન્મમાં આગમમાં વર્ણવેલ વિધિથી, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક