________________ 24 ધન્યકુમાર ચરિત્ર. ફળે આવેલા હોય છે તે ઉપભેગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વિગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઉગેલાં ફળે છે. તેને ભેગવ્યા છતાં ધર્મ તે અખંડ રહે છે. વળી જેવી રીતે કુવાનું પાણી કાઢવા માંડીએ તે ખુટતું નથી, ઉલટું ન કાઢીએ તે તેની આવક બંધ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી દાનભેગમાં વાપરવાથી ક્ષય પામતી જ નથી–ઉલટી વધ્યા જ કરે છે. સર્વ દર્શન તથા શાસ્ત્રમાં એક સરખી વાતજ કહેલી છે. અમે શાસ્ત્ર બનાવનારથી કાંઈ વધારે હુંશિયાર નથી. તેથી તમારે ધર્મને મુખ્ય સમજે અને ભેગસુખને તે આનુષંગિક ફળરૂપ સમજવા. હે મહારાજ ખોટા વિચાર કરવા છોડી દઈ તમે ધર્મમાંજ લગ્નિ લગાડો કે જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી શ્રેષ્ઠિ પિતાની શય્યામાં - સુતા અને તેમને તરતજ ઉંઘ આવી ગઈ. હવે બ્રાહ્મણ તે શંકામાં પડી ગયો, અને વિચાર્યું કે ધર્મ તથા પુણ્યથી લક્ષ્મી વધે છે તે તે ખરેખર સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ બેટું કેમ કહેવું? તેમજ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય તે પણ ખોટું કેમ સમજવું? આ પ્રમાણે વિચાર કરતાં અડધી રાત ગયે સતે એક સુંદર નવયૌવના સ્ત્રીને દ્વાર ઉઘાડીને ઘરમાં આવતી તેણે દીઠી. તેણીએ બધાં અલંકારે સજેલા હતા તથા તેનું રૂપ ખરેખર દિવ્ય હતું. તેણે વિચાર્યું કે–“અરે! આ શ્રેષ્ટિ મેઢે ધમ ધર્મના બણગાં ફુકે છે અને કામે તે આવા કરે છે! શું તે પરસ્ત્રીગમન કરતા હશે? આ કેઈ અગાઉથી સંકેત કરી રાખેલ પારકી સ્ત્રી જણાય છે. કારણ કે આની સ્ત્રીને તે હું ઓળખું છું, આ કાંઈ તે સ્ત્રી નથી, આ તે કિઈ પારકીજ સ્ત્રી છે. આ શેડ માસાહસ પક્ષી જે જણાય છે;