________________ પ્રથમ પવિ. 23 આ પ્રમાણે બળતરા કરતાં ચેથા ભાગની રાત ગઈ એટલે શ્રેષ્ટિ સુવાને આવ્યા. બ્રાહ્મણને બેલા–મહારાજ ! હજુ પણ જાગો છો કે? નિદ્રા કેમ નથી આવતી?' બ્રાહ્મણે કહ્યું કેચિંતાથી.” શેઠે પૂછયું કે–“તમને વળી કેની ચિન્તા લાગી ?" બ્રાહ્મણે કહ્યું કે તમારી પ્રેષ્ઠિ કહેવળી મારી એવડી મટી ચિતા તમને શાથી થઈ પડી?” બ્રાહ્મણે કહ્યું-ધન નાશ કરનારા તમારા આચરણે જોઈને.” શ્રેષિએ પૂછયું કે મારા તેવા કયા આચરણે છે? બ્રાહ્મણે જવાબ આપે કે “તમે નકામે પૈસાને વ્યય કરે છે. આ ફુલે છે તે ફક્ત એક પહેરજ ભેગવવા રહેશે, પછી તે તેનકામા થઈ પડવાના, ઈત્યાદિ પહેલાં ચિંતવેલ સર્વ બાબત શ્રેષ્ઠિને કહી બતાવી અને વધારામાં કહ્યું કે– તમારે માટેજ મને ચિંતા થાય છે કે આમ પૈસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે.” શ્રેષ્ટિ તેની વાત સાંભળી હસીને બોલ્યા કે-“મહારાજ ! તમારી જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાવાળા અને હેય ઉપદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી કયાંથી થયે? જુઓ ! સાંભળો ! પૈસે આપણા આત્માના બળથી ટકે છે કે ધર્મના બળથી? જે આત્મબળથી ટકતું હોય તે આ સંસારમાં તે સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે અને ઘણા લોભી પણ છે. હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષ્મી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી. ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાંજ વાપરવાથી ઉલટી વૃદ્ધિ પામે છે. જેમ જળથી ઉગેલ ઝાડ ફરીને જળ પાવાથી વધે છે, તેમ આગલા જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલ લક્ષ્મી ફરીફરીને પુણ્ય કરવાથી વધે છે. જેમ જળથી સિંચેલ વૃક્ષ તે અખંડ રહે છે અને