________________ નવમ પક્ષવ. પ૮૫ તેનું કથન સાંભળીને એક જુગટીઆએ ઘરમાં જઈને શેઠને બધી હકીક્ત નિવેદન કરી, અને કહ્યું કે “આપ આ સેવકોને પ્રયાસ જુઓ. જે ભેગનું નામ પણ લેતે નહોતે, તે ચેડા દિવસમાં તે તમે મેળવેલી આખી સંપદાને સફળ કરશે. તે જોઈને આપની ઈચ્છા પૂર્ણ થશે. તે વખતે આ સેવાના પ્રયાસને વખાણ અને યંગ્ય બદલ આપજે. તે સાંભળીને દંપતી હર્ષ પામ્યા. પેલા જુગટીઆઓમાંથી એકે આગળ જઈને કામ પતાકા ગણિકાને નિવેદન કર્યું કે–“આજે નગરશેઠના પુત્રને તારે ઘેર અમે લાવશું તારે તેની પાસે તારૂં પૂર્ણ કળાકૌશલ્ય દેખાડીને તેના ચિત્તને આકર્ષવું. કુમાર જે તે નથી; સર્વ કળામાં કુશળ છે, સર્વ શાસ્ત્રના હાર્દને જાણનાર છે, તેથી બરોબર ધ્યાન દઈને સર્વ કળા બતાવજે. જે પ્રસન્ન થશે તે એ જંગમ કલ્પવૃક્ષ છે. ઈચ્છિત કરતાં પણ અધિક આપે તેવો છે. તેણુએ કહ્યું કેતાકીદે લો, પછી બધું જણાશે. મુનિમાર્ગમાં રહેલા, મુક્તિપુરમાં પ્રવેશ કરવાને લાયક થયેલા એવા પુરૂષને પણ વેશ્યાઓએ સર્વ ત્યજાવ્યું છે, અને કામગમાં એકતાન કર્યા છે, તે તેની પાસે આ કેણમાત્ર છે? આ તે વણિકપુત્ર છે, બધું સારું થશે.” આમ કહીને તેને રજા આપી. પછી કુમાર પણ રથમાં બેસી તે સર્વને સાથે લઈ કામ પતાકાને આવાસે આવ્યો. કુમારનું આગમન સાંભળતાંજ તેણું ઉઠી. સુવર્ણ, રત્ન, મેતી વિગેરેથી બંને હાથે ભરીને બારણા સુધી આવી કુમારને તેણે વધા વ્યા અને “અહીં આપના ચરણ ધરે, આપ ભલે પધાર્યા, આપનાચરણે વડે મારા આ રંકગૃહને પવિત્ર કરે, આપની આજે મારા ઉપર મેટી કૃપા થઈ, આજે મારે આંગણે વાદળાં વગર અમૃતમેઘનવૃષ્ટિ થઈ, આજે મારે આંગણે કલ્પવૃક્ષ ફ, વગર બેલા 4