________________ 586 ધન્યકુમાર ચરિત્ર. વેલી સ્વર્ગગંગા આજે મારે ઘેર ઉતરી, કારણકે નગરશ્રેણીનાં કુળદીપક કુમારે મારું ઘર આજે અલંકત કર્યું.” આ પ્રમાણેનાં વચનામૃતથી તેને સંતોષીને “ખમા ખમા” એમ બોલતી કુમારને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં પણ ફરીથી મધુર વચનેવડે તેને સંતેષીને ઉપરના માળે ચિત્રશાળામાં દેવતાના શયન જેવા પલ્લંક ઉપર બહુમાનપૂર્વક તેને બેસાડ્યો. કુમાર જ્યાં જયાં જેતે હતો ત્યાં ત્યાં કાચ વિગેરેની શોભાથી સાક્ષાત વિમાન હેય તેવી ભ્રાંતિ થતી હતી. પછી પ્રથમ તે કામસેનાએ કસ્તુરી, ચંદન, અત્તર વિગેરે બહુ મૂલ્યવાન પદાર્થોથી કુમારનું શરીર સુવાસિત કર્યું, ગુલાબજળ વિગેરે સુગંધી જળનાં છાંટણાં કર્યા; પછી નારંગી, આંબા, દાડિમ, અંજીર વિગેરે તાજાં પકેલાં મધુર સ્વાદવાળાં ફળે તેની પાસે ધર્યા. પછી દ્રાક્ષ, અડ, બદામ વિગેરે વિવિધ દેશમાંથી આવેલા મેવા તેની પાસે મૂક્યા. પછી માદક પદાર્થો જેમાં આવેલા છે એવા જાયફળ, અગર, કસ્તુરી, અબરખ, કેશર, સિતોપલાદિકથી બનાવેલ કામ વૃદ્ધિ કરનાર કટેલ દુધને કર ભરીને તેની પાસે મૂક; પછી પુષ્પ, તાંબુળવિગે રે પાંચ સુગંધીવાળા પાનના બાડા તૈયાર કર્યા, અને વચ્ચે વચ્ચે મીઠી અને પ્રીતિ વધારનાર કામે દિપક વચને બેલતી, સોળે શુંગાર સજેલ હેવાથી સુંદર લાગતી અને હાવભાવ પ્રગટ દેખાડતી તે વેશ્યાએ તે બીડાં તેની પાસે ધર્યા. પછી તે કુમારની આ ગળ આવીને ઉભી રહી. કુમાર પણ તેના હાવભાવ, સેવા તથા ચતુરાઈથી મગ્ન થઈ ગયું. પછી તે અતિ મિષ્ટ, લલિત, સુકેમળ, કેલિાની જેવા મધુર વચનેવાડે કહેવા લાગી કે–“સ્વામિન ! આ ગ્રહણ કરે, આ સુંદર છે, આ તેજ કરનાર છે, આ બળવૃદ્ધિ કરનાર છે, આ બુદ્ધિ વધારનાર છે, આ માંગળિક છે,