________________ 584 ધન્યકુમાર ચરિત્ર. ગુણવંતની આગળજ પિતાની કળા દેખાડે છે, જેને તેને દેખાડતી નથી. સ્વામિન ! તેનું બહુ વણને શું કરું? તમારી જેવા જેનારાઓ પાસે જ્યારે તે નૃત્ય કરે છે, ત્યારે જે રસ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરવાને કેણ સમર્થ છે? જે તેને સંગ ક્ષણમાત્ર પણ કરશે તે સ્વામીને પણ તે વાતની ખાત્રી થશે.” કૂમારે કહ્યું કે–“પહેલા તમે તેનું નાટક કોઈ વખત જોયું છે?” તેણે કહ્યું કે-“અમારી જેવા મંદ ભાગ્યવાળાને તે જેવાને વખત કયાંથી આવે? પરંતુ એક વખતે બે વરસ પહેલાં રાજાએ અતિ આદરપૂર્વક તેનું નૃત્ય કરાવ્યું હતું, તે વખતે આપની જેવા પુન્યવંતની પાછળ પાછળ જઈને અમે જોયું હતું, તે હજુ પણ ભૂલી ગયા નથી. હવે આપના ચરણની સેવાની પ્રસાદીથી ઘણા દિવસના અમારા અભિલાષ અને મને રથ પૂર્ણ થશે એવી આશા છે. આષ સ્વામી અમારો આ મને રથ પૂરે કરે. તે પણ તમારી ચતુરાઈ અને વિદ્વત્તા જોઈને ઘણી પ્રસન્ન થશે, જે આપની ઈચ્છિા હોય તે આવતી કાલે તેને ઘેર આપણે જઈએ. આપની જેવાને જવા લાયક સ્થળ છે, પછી જેમ ઈચ્છામાં આવે તેમ કરો.” આ પ્રમાણે આશ્ચર્યવાળી વાર્તા સાંભળીને આનંદપૂર્વક કુમાર બે કે-“કાલે આપણે ત્યાં જશું.” તેઓએ કહ્યું- “બહુ સારૂં, બહુ સારૂં, મેટી કૃપા કરી. અમારી જેવા ગરીબના મનેરથો પૂર્ણ થશે.” આ પ્રમાણે વાતચિત કરતાં તેઓ ઘરે ગયા. રાત્રે પણ કુમારની પાસે બેસીને તેનું જ રૂપ, સિંદર્ય, ચાતુર્ય, ગીતગાનમાં કુશળતા વિગેરેનું વર્ણન કર્યું અને કુમારનું ચિત્ત તેને મળવામાં વિશેષ તત્પર કર્યું. “સવારે અવશ્ય આપણે જશું " તે પ્રમાણે નિશ્ચય કરીને તેઓ સુઈ ગયા. સવાર થઈ એટલે પ્રાત:કાર્યો કરીને કુમારેજ સ્વયમ કહ્યું કે-રથ તૈયાર કરાવે.” છે, પછી જે આપણે કમર છે, જાણે