________________ - નવમ પર. પ૮૧ તેની કળાના વખાણ કર્યા. પછી ધૂતકાર બેલ્યા કે–“કુમાર ! એક ઉત્તમ સ્ત્રી છે, તે પણ સંગીત નાટક વિગેરેમાં અતિશય કુશળ છે, ખાસ જોવા લાયક છે.” કુમારે કહ્યું કે-“કોઈ દિવસ તેને ઘેર આપણે જશું. આ પ્રમાણે સાંજ સુધી કુમારની પાસે રહીને સાંજે કુમારની રજા લઈ શેઠાણી પાસે જઈને બધી હકીકત શેઠાણીને કહી સંભળાવી. તેણે પણ તે હકીકત સાંભળીને આનંદ પામી અને તેઓને ઘણું ધન આપીને બેલી કે-“યથે૨૭ દ્રવ્ય વ્યય કરજો, કોઈ જાતની શંકા રાખશે નહિ, બધું ધન હું આપીશ, પરંતુ મારા પુત્રને ભેગરસિક કરજો.” તેઓએ કહ્યું કે–“તમારા પુન્યબળથી થોડા જ કાળમાં તમારી ઈચ્છાનુસાર થઈ જશે, ત્યારે અમારી મહેનત જાણજે.” આ પ્રમાણે કહીને તેઓ પોતપોતાને ઘેર ગયા. કુમાર પણ સુખશય્યામાં સુતે સુતે દિવસે જોયેલ સંભારીને આનંદિત ચિત્તથી સંગીતના ગ્રંથમાં રહેલા, ઉત્તમ ભાવવાળા ઉલ્લેખોને પોતાના ક્ષપશમની પ્રબળતાથી વિચારવા લાગે. આ પ્રમાણે આખી રાત્રી પૂર્ણ કરીને, સવારે પ્રાતઃકર્માદિક કરી પિતાના બેસવાના સ્થળે તે આવ્યું, તે વખતે ધુતકારે પણ એકઠા થઈને ત્યાં આવ્યા. પછી કુમારને પ્રેરણકન્ડરીને બીજીવાર સંગીતકારને ઘેર લઈ ગયા, અને ત્રણ ચાર ઘડી સુધી ત્યાં રહીને કુમારને પ્રેરણા કરી ત્યાંથી ઉઠાડ્યા, અને કહ્યું કે “રવામિન્ ! આજે અમુક પર્વને દિવસ છે, અમુક રથળે મેળે છે, ત્યાં મેટાં આશ્ચર્યો જોવા લાયક છે, ચાલે ત્યાં જઈએ.” સંગીતકારે પણ કુમારને ઉત્સાહિત કર્યો. એટલે ઘતકાર તથા સંગીતકારને સાથે લઈને નદીને કિનારે લૌકિક દેવાલયમાં અનેક મનુષ્યના ટેળાને જેતા, કોઈ કે સ્થળે હાસ્યરસ ઉત્પન્ન કરનાર વાર્તાવિદ સાંભળતા, કઈ કઈ સ્થળે