________________ 580 ધન્યકુમાર ચરિત્ર. બહુ સન્માન કર્યું. પછી વિવિધ પ્રકારના તાલ, તાન, માન, લય, ગ્રહ, માત્રા, મુના વિગેરે ભેદેથી જુદું જુદું પડતું અનેકરછે અને અલંકારોવાળું ગીતગાન કરવામાં તે પ્રવર્તે. કુમાર પણ સુંદર આસન ઉપર બેસીને સાંભળવા લાગે. વચ્ચે વચ્ચે ગીત, ગાન તથા અલંકારો અને નાયકનાયિકાના ભેદ તથા સ્થાયિ, સાત્વિક વિગેરે રસ ઉત્પન્ન કરનારા વિભાવ તથા અનુભાવ વિગેરે ભેદ પ્રગટ કરીને તે કહેવા લાગ્યું, અને તેનું રહસ્ય કુમારને પૂછવા લાગ્યો. કુમાર પણ સંગીત શાસ્ત્રના દઢ અભ્યાસથી તેનું રૂપ કહી બતાવતે, તે વખતે તે સંગીત કરનાર ઉભે થઈ પ્રણામ કરીને તેના વખાણ કરતે અને કહે કે-“અહો ! આપ સાહેબની બુદ્ધિનું કૌશલ્ય કેવું છે?” આ પ્રમાણે વારંવાર તેમની ચતુરાઈ વખાણુને કુમારના ચિત્તનું તેણે રંજન કર્યું. કુમાર કાન દઈને એકતાનથી હર્ષ પૂર્વક સાંભળવા લાગે. આ પ્રમાણે બે પ્રહર સુધી તેણે તેની કળા દેખાડી. કુમાર ધર્મદત્ત પણ રાજી થશે. પછી જુગારીઓએ કુમારના કાન પાસે જઈને કહ્યું કે“આને કાંઈક આપવું જોઈએ.” કુમારે કહ્યું કે-“બહુ સારૂં, દાનની તે પ્રથમજ જરૂર છે.” પછી તે ઘુતકારોએ શ્રેષ્ઠીને ઘરથી કુમારનું નામ આપીને ધન લાવી તેની પાસે ધર્યું. ચાતુર્ય પ્રિય કુમાર પણ ઉદારતા ગુણ યુક્ત હેવાથી બધું તેને આપીને ફરીથી આવશું ' તેમ કહી ત્યાંથી ઉડ્યો. પછી તે વાટિકા જેતે ઘેર આવ્યા. માર્ગમાં જુગટીઆઓએ પૂછ્યું કે–સ્વામિન ! આ ગયે કેવો હતે?” કુમારે કહ્યું કે-સંગીતકળામાં બહુ કુશળ હતા, * આપણે ફરીથી જઈશું.” પછી ઘેર આવીને બેજનાદિક કરી કમાર વસ્થાને બેઠે. ધુતકારોએ સંગીતની વાત કાઢી, કુમારે