________________ - નવમ પક્ષવ. પદ પુરૂમાં અગ્રેસર છે.” તે સાંભળીને શાસ્ત્રવિદમાં રસિક કુમારે પૂછયું કે તે કયાં રહે છે?' તેઓએ કહ્યું કે-“સમીપે રહેલી અમુક વાડીમાં રહે છે.” કુમારે કહ્યું-“આવતી કાલે આપણે તેની પાસે જશું.”તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. પછી શ્રેણી પાસે જઈને તેઓએ કહ્યું કે–“શ્રેષ્ટિન્ ! અમે તેને કાંઈક અનુકૂળ કર્યો છે. સવારે તેને અમે સાથે લઈ જશું, તેથી દ્રવ્યને હુકમ કરે. દ્રવ્ય વગર રસના રંગની વાર્તા થઈ શકતી નથી.” શ્રેષ્ઠીએ દ્રવ્યરક્ષકને કહ્યું કે–“તેઓ જે ભાગે તે આપજે.” પછી તેઓ કેટલુંક ધન લઈને એક રાજાને માનનીય ગવૈ સંગીતશાસ્ત્રમાં કુશળ હતા તેની સમીપે જઈ કાંઈક ઉત્તમ વસ્તુ તેની પાસે મુકીને બોલ્યા કે “આવતી કાલે અમુક વાડીમાં તમે આવજે. અમે તે સ્થળે નગરના મુખ્ય શ્રેષ્ઠીને પુત્ર કે જે સંગીતશાસ્ત્રમાં કુશળ અને પંડિતને પ્રિય છે તેને સાથે લઇને તમારી પાસે આવશું. તમારે તેના ચિત્તનું રંજન કરવું ? તે રંજીત થશે તે બહુ દ્રવ્ય આપશે. તેની પાસે અપરિમિત ધન છે. વિશેષ શું? જંગમ કલ્પવૃક્ષ જે તે છે. તેણે કહ્યું કે“બહુ સારું, જરૂર લાવજો.” પછી તેઓ સવારે ધમદરની પાસે આવ્યા. ત્યાં વિનય–વાર્તાદિકથી કુમારને રાજી કરીને, અવસર મેળવી આગલે દિવસે કરેલો સંકેત યાદ આવે. કુમારે કહ્યું કે-“ચાલે જઈએ.” પછી સેવકોએ રથ તૈયાર કરીને હાજર કર્યો. તે રથમાં જુગારીઓની સાથે બેસીને અનેક સેવકેથી પરવરેલે કુમાર નગરચર્ચા જોત જોતે સંગીતકારને ઘેર આવ્યું. તેણે પણ બહુ આદરસત્કાર આપી અતિ રમણીય એવા ઘરની પછવાડેના ભાગમાં વાડીમાં ઉત્તમ આસન ઉપર બેસાડીને પુષ્પ અને તાંબુળાદિક આગળ ધરી પરિવાર સહિત તેનું