________________ ધન્યકુમાર ચરિત્ર. સમવસર્યા છે, તેથી દેવ દુભિ વગાડે છે. તે સાંભળીને - રમ પવિત્ર શ્રીવીરપ્રભુના આગમન શ્રવણથી વરસાદના ગજરવથી મયુરની જેમ શાલિભદ્ર બહુ આનંદ પામ્યા. પછી હર્ષપૂર્વક ભક્તિભારથી ભરેલા અને સારા અલંકાએ અલંકૃત શાલિભદ્ર સારે પરિવાર લઈને સુખાસનમાં બેસી શ્રીમદ્દ વિર જિતેધરને વાંદવા માટે વૈભારગિરિ ઉપર ગયા. શ્રી વીરભગવાનનું દૂરથી દર્શન થયું કે તરત જ સુખાસનમાંથી ઉતરીને પાચ અભિગમ સાચવી ત્રણ પ્રદિક્ષણા દઈ પંચાંગ નમસ્કારવડે નમસ્કાર કરીને યાચિત સ્થાને દેશના સાંભળવાના આતુરપણે શાલિભદ્ર બેઠા. એટલે શ્રી વીર ભગવતે સંસારવાસનાથી થયેલા કલેશને નાશ કરનારી આક્ષેપણ વિગેરે ચારે ભેદે યુક્ત દેશના આપવાની શરૂઆત કરી. દેશના પ્રારંભ કરતાં તેઓએ કહ્યું કે - आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालोऽपि न ज्ञायते // दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते / पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्त भूतं जगत् // 1 // સૂર્યના જવા આવવાથી–ઉદયાતથી હમેશાં જીવિત ક્ષીણ થતું જાય છે, બહુ કાર્યથી ભારે થઈ ગયેલા વ્યાપારથી જતા સમયની ખબર પડતી નથી, જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઈને ત્રાસ થતું નથી, અહે! મેહ અને પ્રમાદરૂપી - દિરા પીને આખું જગત ઉન્મત્ત બની ગયું છે.' “અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલે જીવ તત્ત્વાતત્ત્વને કઈ રીતે જાણતો નથી. જુદી જુદી ગતિમાંથી આવિને એક ઘરમાં ઉપજેલાઓને અજ્ઞાનવશ પ્રાણી પિતાના માને છે, તે મારા છે, તે હિતકારી છે એવી રીતે આ જીવ તેઓને માને