________________ | નવમ પલ્લવ પા - - - છે. તેમનાં પિષણ માટે અઢારે પાપસ્થાનકે સેવે છે. તેના દુખથી દુઃખી અને તેના સુખથી સુખી દેખાય છે. “આ મારા પુત્ર, બાંધવાદિક ભવિષ્યમાં મને સુખ આપનારા થશે તેમ માનતો જીવ તેઓનું પિષણ કરવામાં કાળ ગુમાવે છે, કર્મની લાંબી સ્થિતિ બાંધે છે, પરંતુ સુખ-દુઃખની પ્રાપ્તિ તે પિતાના કરેલા પુન્ય–પાપના ઉદયના બળથી જ થાય છે. જે પુન્યને ઉદય હેય તે સર્વે અજાણ્યા, નહિ ઓળખીતા, જેની ઈચ્છી તર્ક કે સંભાવના પણ ન કરીએ તેવા આવીને સેવા કરે છે, અને પાપને ઉદય હેય તે ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પિધેલા અને પ્રાણવ્યયથી જેને પાળેલા હોય તેવા પણ સુખ આપનારા થતા નથી, પરંતુ દુઃખ આપનારા–દિલગીરી કરાવનારા થાય છે. જેવી રીતે સુભૂમ ચક્રવર્તી પાપને ઉદય થયો ત્યારે છ ખંડને ભક્તા, ચૌદ રત્નને સ્વામી, નવ નિધાનને અધિપતિ, બે હજાર યક્ષે જેની સેવા કરવામાં તત્પર હતા તે છતાં પણ સમુદ્રમાં ડુબી ગયે. વળી જે સુભમ ચક્રવઓંના એકેક હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું, જે ચક્રવત જેવી રીતે સ્થળ ઉપર તેવી જ રીતે જળ પર પગે વિહાર કરી શકે તે હવે જે હાથમાં આવેલ જળના પણ બે ભાગ કરી શકો હતો, હાથે કરીને પક્ષીની માફક જે આકાશમાં ઉડી શકતા હતા, વળી ભૂમિમાં પેસીને ઈચ્છિત સ્થળે જે નીકળી શક્તો હતો, મને જ્યની માફક જળમાં ગતિ કરી શકતા હો, વળી અનેક પ્રકારના વિવિધ મહિમાવાળા રત્નૌષધાદિક તથા મંત્ર, યંત્ર, તંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા, જેને દક્ષિણ અને ઉત્તર શ્રેણિની સ્વામિની ગરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના વિમાન ચલાવનારા દેવે સદા સેવકની માફક તેના હુકમમાત્રથી જ કાર્ય કરનારા હતા, જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ