________________ . નવમ પહાવ. પપહ ગણજે, કોઈ જાતની શંકા કરશે નહિ. શાલિભદ્ર તે મારા દેશ, નગર અને રાજયનું મંડન (આભૂષણ) છે, તેથી તે મને પ્રાણથી પણ અધિક વહાલે છે. આ પ્રમાણે કહી બહુમાન કરીને રાજા સ્થાનકે ગયા. હવે શાલિભદ્ર તે મુખ નીચું રાખી ઉદાસ મનથી વિચકરતા હતા કે-“મેં પૂર્વ જન્મમાં પૂરું સુકૃત કર્યું નથી, શ્રીમતિ જિનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધી નથી, તેથી જ આ ભવમાં વિષમિશ્રિત મિષ્ટાન્નની જેમ પરાધીનપણુ સહિત સુખ પ્રાપ્ત થયું છે. પરતંત્રતા સહિત જે સુખ તે દુઃખતુલ્ય જ જાણવું. મેં તે પૂર્વે મુક્તિના સ્થાનરૂપ શ્રીમત્ જિનેશ્વર વગર બીજા કેઈને વામી તરીકે જાણ્યા નહોતા તે આજે જાણ્યા. આવું પરાધીન વૃત્તિથી જીવવું તે નિરર્થક છે તેથી હવે હું મારા આત્માને વાધન કરીને, સ્વાધીન સુખની સિદ્ધિ માટે શ્રીમત જિનેશ્વરની આજ્ઞાને જ આગળ કરીને, ગુરૂના ચરણની ઉપાસના પૂર્વક શ્રીમદ્ રત્નત્રયની પ્રાપ્તિ કરાવનાર ચારિત્રધર્મની આરાધના કરીશ. તે ચારિત્રની આરાધનાથી વાધીન અને સ્વરૂપમણ સુખ મેળવી શકાય છે. હવે તો મારે તેજ કરવું, તેને વિસરવું નહિ. મુખે અમૃત અને ભીતરમાં ભરેલ વિષવાળા ઘડાની જેવા રતિરૂપ રાક્ષસને હવે વિશ્વાસ જ કરે નહિ. આ બધું ઈદ્રજાળ તુલ્ય છે, તેમાં કોને વિશ્વાસ કરે ?" શાલિભદ્ર આ પ્રમાણે ભાવના ભાવે છે તેવામાં તેણે દેવદુંદુભિને નાદ સાંભળે. તે સાંભળીને સેવકોને તેણે પૂછયું કે–“અરે સેવકે ! આ દેવદુંદુભિ કયાં વાગે છે?” તેઓએ કહ્યું કે“સ્વામિન ! ભવ્યજીના પ્રબળ ભાગ્યના ઉદયવડે વૈભારગિરિ ઉપર મેહતિમિરને નાશ કરવામાં સૂર્યસમાન શ્રીમન મહાવીર સ્વામી