________________ 554 ધન્યકુમાર ચરિત્ર. ગમનથી તેનું ચિત્ત બહુ પ્રસન્ન થશે, અને જગતને અનુકૂળ એવું તે તને બહુમાન આપશે, માટે તાકીદે ચાલ. આ પ્રમાણેનાં માતાનાં વચનો સાંભળીને શાલિભદ્ર હૃદયમાં બહુ ખેદ પામ્યા, અને વિચારવા લાગ્યા કે–“અહો ! મારે માથે ૫ણ શું વામી છે? અહે ! હું તો આટલા દિવસથી અરિહંતનેજ સ્વામીપણે જાણું છું. તેની વિના બીજા કોઈને હું સ્વામીપણે જાણતા જ નથી. તેનું નામ જ હમેશાં સવારે ઉઠીને હું - હણ કરું છું, અને ભક્તિ તથા સ્તુતિપૂર્વક હું તેને જ પ્રણામ કરૂં છું. જે માતાએ કહ્યું તેમ મારી જેવા જ હાથ પગવાળે છતાં મારાથી મટે એ મારે માથે સ્વામી હોય તો તેનું પુન્ય મારા પુત્ર ન્યથી ઘણું વધારે ગણાય, અને મારું પુન્ય તેનાથી હીન ગણાય; તે પછી એવા પરાધીનપણામાં શું સુખ ? આ સંસારમાં પરાધીનપણ જેવું બીજું એકે દુઃખ નથી. મેં પૂર્વ જન્મમાં થિડું પુન્ય ઉપાર્જન કર્યું, કે જેથી આધીનતાપૂર્વક અન્યને નમનાદિક કરવાનું ભારે પ્રાપ્ત થયું. હવે મારે એવું કરવું કે જેથી કઈ પણ અંશે પરાધીનપણું પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચારીને “માતાની આજ્ઞા અનુલ્લંધનીય છે' તેવી કુળવાન પુરૂષની રીતિને અનુસરીને માતાની ભક્તિમાં હાનિ ન થાઓ' તેમ ધારી આસનથી ઉઠીને તે માતાની સાથે સાતમે માળથી નીચે ઉતરવા લાગ્યા. તે વખતે શ્રેણિક અને અભયકુમાર વિગેરે ઉંચે મુખે જેવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે–“અરે ! આ તે શું ઇંદ્ર છે? કે દેગંદુક દેવ છે? કે મુતિમાન્ પુન્યને સમૂહજ છે? એ વખતે દેહની કાંતિથી ગૃહને ઉજવળ કરતા, ચલાયમાન કુંડળાદિક આભરણેથી સેંકડે વિજળીના જેવું તેજ વિસ્તારતા અને વા