________________ નવમ પક્ષવ. ; પw ણી, નેત્ર તથા મનની ચપળતાને નિવારતા શાલિભદ્દે રાજા પાસે આવીને વિનયપૂર્વક લીલાવડે તેમને પ્રણામ કર્યા; કારણ કે ઉત્તમ પુરૂષને તે કમજ છે. શાલિભદ્રનું આગમન થતાંજ રાજાએ અતિ આદરપૂર્વક પરમ પ્રીતિવડે તેને હસ્ત ભીને પિતાની પાસે સિંહાસન ઉપર બેસાડ્યા. શાલિભદ્રનું રૂપ, આભરણ, સુકમારતા, મધુર વાણી, હાથના અભિનય વિગેરેથી તેને ઉત્કૃષ્ટ પુદય જોઈને સૌ વિશ્વમમાં પડી ગયા, અને બધા સભ્યો ચિત્રમાં ચિત્રેલ હોય તે પ્રમાણે નિષ્ટ થઈ ગયા; પરસ્પર વાત કરવાને પણ શક્તિવંત ન રહ્યા. માથું હલાવવા જેટલી જ ક્રિયા કરતા તેઓ બધા શાંત બેસી રહ્યા. રાજા પણ કેટલાક વખત સુધી તેને જોતાં તંભિત થઈ ગયા પછી શિષ્ટાચાર પાળવા માટે ધીરજ ધરીને હૃદયને દ્રઢ કરી પ્રીતિપૂર્વક શાલિભદ્રને કુશળસમાચાર પૂછવા લાગ્યા કે–“વત્સ! તારે લીલાવિલાસ અવિચ્છિન્ન સુખરૂપ યસત રીતે હમેશાં વર્તે છે ?" શાલિભદ્રે કહ્યું કે-“શ્રીમદ્ દેવગુરૂની પ્રસન્નતાથી તથા આપ પૂજ્યપાદની કૃપાથી કેમ નવતે?” આ પ્રમાણે ચંદન જેવું શીતળ મધુર વાકય સાંભળીને ઉલ્લાસપૂર્વક રાજાએ કહ્યું કે-“વત્સ! તારે અમારી કઈ પણ જાતની શંકા રાખવી નહિ. યથેચ્છ તારા મનને અનુકૂળતા ઉપજે તેવા વિલાસ ભેગવવા; કારણ કે તું અમને પ્રાણથી પણ વધારે પ્રિય છે. તું નેત્રની જેમ રક્ષણ કરવા લાયક છે. મારું રાજય, મારૂં નગર, અને મારા ઐશ્વર્યને સાર માત્ર તું જ છે. રંકના હાથમાં આવેલ રત્નની માફક તું પ્રતિક્ષણે મરવા લાયક છે; તેથી તું અસિત વિલાસ કરજે; bઈ પણ જાતની અધીરતા રાખીશ નહિ. જે કાંઈ કામ હોય તે મને જણાવજે. જે એક ઘડીએ સધાય તેવું કાર્ય હશે તે એક ક્ષણ માત્રમાં હું સાધી આપીશ. મારા -