________________ પાર ધર્મકુમાર ચરિત્ર. તેને સ્પર્શને આવતે મંદ મંદ પવન બહુ સુગંધી લાગતો હતો. ઉચે છટ ઉપર લગાડેલા ચંદ્રના ઉદય તુલ્ય રત્નની વલીના વલયવાળા રત્નમય પત્ર તથા પુષ્પનું વર્ણન કેણ કરવા સમર્થ હતું? વળી ગુમણામાં લટકતા મણિ અને મુક્તાફળ વિગેરેના વિચિત્ર રંગ જોતી ચક્ષુ તે સ્થળેથી પાછી ફરતી નહતી. સ્થાને સ્થાને અનેક પ્રકારની નવી નવી રચનાઓ હતી, તેમાં શું જોવું અને શું ન જેવું તેમ થતું હતું. જ્યાં જ્યાં જે જે જોતાં ત્યાં ત્યાં દષ્ટિ સ્થિર થઈ જતી હતી; પછી રાજાદિક બોલ્યા કે-“અમે તે અહીં જ બેસશું, અને અહીં સ્થિરતાથી બેસીને બધુ જશું.” ત્યારે ભદ્રા શેઠાણીએ રાજાને આશય જાને રત્નમય ભવ્ય સિંહાસન મંગાવી ઉંચે સ્થાને તે મૂકાવીને ઉત્તમ ગાલમસુરીઆ વિગેરેથી તે શોભાવી રાજાને વિનંતિ કરી કે હે દેવી! આ આસન ઉપર આપવિરાજે.” રાજાએ તે સિંહાસન દેખીને વિચાર્યું કે “આ તે ઈદ્રનું આસન છે કે ચં. દ્રનું આસન છે?” આ પ્રમાણે વિચારતાં તે સિંહાસન ઉપર બેસીને રાજાએ પૂછયું કે–“ભાગ્યવતિ ! તમારે લીલાપતિ પુત્ર કયાં છે ? તેને અહીં બેલા, કે જેથી પુણ્યવંત એવા તેનું હું દર્શન કરૂં.” આ પ્રમાણેને રાજાને આદેશ થવાથી ભદ્રાએ સાતમે માળે જઈને શાલિભદ્રને કહ્યું કે-“પુત્ર ! નીચેને માળે ચાલ અને આ પણ ઘરમાં આવેલા શ્રેણિકને ઓળખ.” આ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે કહ્યું કે માતા! તેમાં મને શું કહેવા આવ્યા છે ? દેવા લાયક ધન આપીને શ્રેણિક નામના કરીઆણાને તમે ખરીદી લે તમારાથી શું હું વધારે નિપુણ છું?” માતાએ તે સાંભળીને કહ્યું કે–“વસ! તે કાંઈ પૃથ્વી પર વેચાય તેવી મૂલ્યવાન વસ્તુ નથી, તે તો અમ