________________ * નવમ પલ્લવ. નથી.” વળી રાજા ચિત્તમાં અતિશય ચમત્કાર પામીને વિચારવા લાગ્યા કે-અહે ! આને પુણ્યવિલાસ તે જુઓ ! મારા સ્થાનથી પણ અધિક સુંદર દાસી વિગેરેને બેસવાનું સ્થાન છે. અહે! આ બધા અતિ આદરપૂર્વક આપેલ સત્પાત્ર દાનાદિકને જ ચમ. ત્કાર છે.” આ પ્રમાણે વિચારતાં મહારાજા ત્રીજે માળે પધાર્યા. તે સ્થાનનું ભૂમિતળ જુદા જુદા દેશમાં બનેલ રેશમી વસ્ત્રો વિગેરેથી ચંદ્રના ઉદય સમયે સંધ્યાના રંગની જેવું અતિ રમ્ય, મનોહર, ફાટિક વિગેરેના જુદા જુદા તેજથી શોભતું અતિ સુંદર અને ઘણું દેદીપ્યમાન હતું. તે જોઈને રાજાને ત્યાં બેસવાની ઈચ્છા થઈ. તે જાણીને ભદ્રાએ કહ્યું કે-“સ્વામિન્ ! આપ ચોથે માળ પધારે. આ સ્થાન સ્વામીને બેસવા યોગ્ય નથી. આતે વ્યાપારીઓ, મુનિમે, ગ્રાહક તથા નેકરને બેસવાનું સ્થાન છે.”તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે–“અહો ! કેવું આનું પુણ્યબળ? હું રાજા છું, આ મારી પ્રજા છે, પણ બંનેના પુણ્યમાં મોટે. અંતર છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પૂર્વે કરેલા વિશેષ ભાવયુક્ત દાનાદિકનું વિશેષ ફળ શ્રીમત્ જિનેશ્વરેએ અપૂર્વ કહેલું છે તે સત્ય જ છે.” આ પ્રમાણે વિચારીને રાજા ચોથે માળે ચઢ્યા. તે સ્થળ - થી બનાવેલ અતિ સુંદર રથ બેની શ્રેણીથી શોભતું, આસપાસની ભીંતો ઉપર જડેલ રત્નના સમૂહને અરસપરસ પ્રતિબિંબ પડવાથી માર્ગની બ્રાંતિ કરાવનાર, અને રથાને સ્થાને બાવનાચંદન, અગર, કસ્તુરી, અંબર વિગેરેના ધુમાડાથી અતિશય સુગંધિત હોવાને લીધે ધ્રાણેદ્રિયને પ્રસન્ન કરનાર હતું. તે સ્થાન જોઈને સર્વે માણસે વારંવાર મતક ધુણાવવા લાગ્યા. વળી મંદારના પુષ્પોથી ગુંથેલી માળાઓ વડે ત્યાં જાળીઓ પડેલી હતી,