________________ પપ૦ ધન્યમાર ચરિત્ર. થવાથી તેઓ તેના ઉપર થઈને આગળ ચાલ્યા. પછી આગળ દિવ્ય એવા મણિનિર્મિત સંભવાળું અતિ સુંદર સ્થાન જઈને રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને ત્યાં તેઓ બેસવા જાય છે તેવામાં તેમને તે આશય મિતાકારથી જાણીને પ્રણામ કરીને ભદ્રા શેઠાણી કુળવધુ સહિત મણિ તથા મુક્તાફળથી તેમને વધાવી અને લાખોગમે સુવર્ણ તથા રનથી તેમનું લુંછણું કરીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે–“મહારાજ ! ઉપરને માળ પવિત્ર કરો. આ સ્વામીને બેસવા લાયક સ્થળ નથી. આ તે દ્વારપાળને બેસવાનું તથા પશુઓને બાંધવાનું સ્થાન છે. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે-“અહે! પુન્યપ્રકૃતિમાં કે ભેદ છે ? આવું સુંદર તે મારૂં શયનાલય પણ નથી ! શુદ્ધ આશય તથા બહુ માન યુક્ત સત્પાત્ર દાનાદિવડે ધમ સેવવાનું આ ફળ છે. જિનાગમમાં કહ્યું છે કે–“અસંખ્યાત અધ્યવસાયવડે એક પ્રકૃતિસ્થાન બંધાય છે, તે પણ અસંખ્યાત ભેદથી ભિન્ન કહેલ છે, તેમાં પણ રસભેદ અનંતા છે.' આ પ્રમાણે પાપપુન્યના વિચિત્ર ભેદ જિનેશ્વરે કહેલા છે, તેથી તેમનું વચનજ સત્ય છે.” આ પ્રમાણે વિચારી શુદ્ધ ઉપગવાળા થઈને નિસરણીવડે રાજા ઉપરના માળે પરિવાર સહિત ચયા. તે બાળ વિવિધ પ્રકારના રત્નોથી જડેલા ગોવાળ, મતીઓથી ગુંથેલી જાળીઓવાળ, સ્થાને સ્થાને સુગંધી ધૂપાદિકથી વાસિત, વિવિધ પ્રકારના વાજિત્રાથી ગાજી રહેશે અને બહુ જોવા લાયક હતું. ત્યાં આવ્યા એટલે ફરી ભદ્રાએ વિજ્ઞપ્તિ કરી કે “આપ મહારાજાએ તે કૃપા કરીને હજુ ઉપરને માળે પધારવું, આ સ્થાન દાસી, દાસ, સિપાઈ, તલવાર ભાલા વિગેરે આયુધ રાખનારાઓ અને વાજિંત્રો વગાડનારાઓ માટે છે. આ સ્થાન સ્વામીને બેસવા લાયક