________________ * નવ પવિ. કરીને આખે રસ્તે સુગંધવાસિત કરે, વળી સ્થાને સ્થાને દુકાને ઉપર ફુલનાં લાંબાં તેણે બંધો.” આ પ્રમાણે ભદ્રા શેઠાણુને હુકમ થવાથી તેઓ તે પ્રમાણે કરવા પ્રવર્યા, તેટલામાં તે પુત્રના મેહથી મેહિત થયેલા તેના ઉપરજ હમેશાં ધ્યાન આપનારા ગોભદ્રદેવે પિતાની શક્તિથી જ ભૂમિ ઉપર રહેલ રાજગૃહી નગરીને સ્વર્ગના નગરતુલ્ય એવું બનાવી દીધું કે બધા લોકો ઘણા દિવસ સુધી જુએ તોપણ વૃદ્ધિ પામે નહિ. પછી રાજા અમયાદિ પ્રધાને તથા રાજના માનનીય સામત તથા મોટી સેનાથી પરવારેલા, ગીત વાદિત્રના નાદ તથા બંદિજનની બિરૂદાવળી વિગેરે આડંબર સહિત રાજ્ય દ્વારથી નીકળ્યા, અને માર્ગમાં કરેલી નગરશોભા જેવા લાગ્યા. એ શોમા જોઈને તેઓ ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સંભ્રમપૂર્વક પાસે ઉભેલાને પૂછવા લાગ્યા કે-“અહો ! આવું અતિશય સુંદર નગર કેણે બનાવ્યું?” તે સાંભળીને પ્રતિહારી પુરૂષ બેલ્યા કે-“આપ સ્વામીને પિતાને ઘેર આવવાનું નિમંત્રણ કરેલું હોવાથી ભદ્રાએ આ પ્રમાણે કરાવ્યું છે. આમાં કાંઈ નવાઈ જેવું નથી. હજુ આગળ તે ન વર્ણવી શકાય તેવી રચના કરેલી છે, તે તે જુએ તેજ જાણે તેમ છે. મેઢેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી.” રાજા આ સર્વે હકીકત સાંભળીને અતિશય વિસ્મય પામ્યા અને બોલ્યા કે– “આટલા ટુંક સમયમાં કણ આ પ્રમાણે કરી શકે ? આ તે દે. વકૃત્યજ દેખાય છે.” પછી જેમ જેમ આગળ ચાલવા લાગ્યા તેમ તેમ નવી–પૂર્વે નહિ જોયેલી-અનિર્વચનીય રચના તેઓ જોવા લાગ્યા. ક્ષણે ક્ષણે સૈન્યના લેકે અને પૂરજને અતિ અદ્ભુત રચના દેખવાના કૌતુકથી ચિત્ત ખેંચાઈ જવાને લીધે આશ્ચર્યમાં નિમગ્ન થયેલા ખંભિત થયા હોય તેમ આગળ ચાલવાને સમર્થ થતા