________________ 48 . ધન્યકુમાર ચરિત્ર. નહેતા. જયારે કોઈ આવીને પ્રેરતું કે-“ચાલે, ચાલે, આરળ આથી પણ વિશેષ રમણિક્તા છે.” ત્યારે તેઓ આગળ ચાલતા હતા. આગળ ચાલતાં ચિત્તમાં અતિ ચમત્કાર ઉપજાવે તેવી રચનિ જતા ત્યારે અનિમેષ દૃષ્ટિ થઈ જવાથી તેઓ મનુષ્ય છતાં દેવતા જેવા લાગતા હતા. હસ્તિના કંધ ઉપર બેઠેલા રાજા પણ આમ તેમ જોતા હતા, અને સર્વ ઠેકાણે નિરૂપમ અને પૂર્વે નહિ જોયેલી કે સાંભળેલી રચના અને ચિત્તમાં અત્યંત આશ્ચર્યને ધારણ કરતા આગળ ચાલતા હતા. વળી જયારે એક બાજુની રચના તેઓ જોતા, ત્યારે બીજી બાજુની જોયા વગર રહી જતી, ત્યારે પાસે રહેલ સેવક કહે કે-“મહારાજ ! આ બાજુ તે જુઓ, અહીં બહુ જોવા જેવું છે. તે સાંભળીને વાંકું મેટું કરીને રાજા તે બાજુ જોતા, ત્યારે સેવક કહે કે “મહારાજ ! આ આગળ રહેલું કૌતુક તે જુઓ. ત્યારે વળી રાજા આગ્રહથી દષ્ટિને સીધી કરીને આગળ જતા હતા. આ પ્રમાણે ક્ષણે ક્ષણે સ્કાર અને ઉદાર ગોભદ્રદેવે કરેલી શેભા જોતા, વારંવાર આશ્ચર્યમાં નિમગ્ન થતા અને ઉંચા ચહ્યું કરીને આમ તેમ નિહાળતાં સર્વ વિભ્રમમાં પડી જતા હતા. આ કેવી રીતે બનાવ્યું હશે ?' તેની પગલે પગલે શંકા કરતા, વળી આગળ નવું આશ્વર્ય જોતા ત્યારે તે કરતાં પણ વિશેષ બુદ્ધિ વાપરીને વિચાર કરતા, પણ તેઓ કોઈ રહસ્ય મેળવી શકતા નહોતા. આ પ્રમાણેને વૈભવ જોતાં રાજાને વિચાર આવતે કે-“શું આ સત્ય છે? કે શું આ સ્વમ છે? કે શું આ ઇંદ્રજાળ છે? આવી આશ્ચર્ય કારી વસ્તુઓ કેસે બનાવી હશે? કેવી રીતે બનાવી હશે? કેટલે દ્રવ્યવ્યય થ હશે ? આશ્રય વિના તે રહી કેમ શકતી હશે? અહે! પુદગળની વિચિત્રતા પણ કેવી છે ? જિનેશ્વરના