________________ 546 ધન્યકુમાર ચરિત્ર. ઉપજે તેવી રીતે પાવન કરે, આપના અમારે ઘેર પધારવાથી આ પના સેવક લીલાપતિને યથાર્થ ફળની પ્રાપ્તિ થશે. તેને અહીં આવતાં હજારે કેશને પંથ કરવાના શ્રમતુલ્ય શ્રમ થશે, પછી તે આપની ઈચ્છા પ્રમાણ છે. તમારી આજ્ઞા કેણ માનતું નથી ? આપ જેમ સુખ ઉપજે તેમ કરો. અમારે તે આપની આજ્ઞા શિરોધાર્ય છે.” આ પ્રમાણેનાં ભદ્રાનાં વચન સાંભળીને રાજાએ અભયની સામે જોયું. તે જોઇને અભયકુમાર બોલ્યા કે–“પ્રજાપાલનમાં તત્પર એવા આપની જેવાને તેમને ઘેર જવું યુક્ત જ છે, તેમાં કાંઇ હલકાઈ નથી. આપ ત્યાં પધારશે તો તેમનો મનોરથ પૂર્ણ થશે, તેઓને અનિર્વચનીય આનંદ થશે અને લેકેમાં પ્રજાવાસ પણાની તમારી કીર્તિને ઘણે પ્રસાર થશે, પછી તે આપને જેમ રૂચે તેમ કરે.” તે વખતે ધન્યકુમારે પણ અભયકુમારનાં વચનને ટેકે આ કે–“મહારાજ ! મંત્રીશ્વર બરાબર કહે છે. તમે ત્યાં જશે તે પ્રજાનું વાત્સલ્ય કરવાની આપની કીર્તિમાં ઘણી વૃદ્ધિ થશે.” આમ સાંભળીને રાજાએ ભદ્રાને કહ્યું કે “અરે ભદ્રા ! તમે સુખેથી ઘેર જાએ, અમે તમારે ઘેર આવશું. આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને હર્ષ પૂર્વક સુવર્ણ તથા રત્નવડે રાજાનું લુંછણું કરી સુખાસનમાં બેસીને ભદ્રા ઘેર ગયા. પછી પિતાના પ્રધાનપુરૂષને બેલાવીને ભદ્રાએ આજ્ઞા કરી કે“આપણા ઘરથી રાજયદ્વાર સુધીના માર્ગમાંથી કચરો સાફ કરાવી નાખો, સુગંધી જળ ઈટા, વિચિત્ર પુષ્પાદિક પથરાવીને રસ્તાઓ મનહર કરે, ત્રીપથ, ચતુષ્પથ તથા મહામંડપને વજા, પતાકા ને તેરણાદિકવડે અતિ રમણીય બના, માર્ગમાં રહેલી દુકાનની શ્રેણુઓને સુવર્ણન કસબી વસ્ત્રોવડે આશ્ચર્યકારી બનાવે, સ્થળે રથળે કૃષ્ણાગરૂ, અગમેદ, અંબર વિગેરેથી ધૂપની શ્રેણીઓ